SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં ‘વત’ - પદ બતાવીને સંયમીઓને પાંચ મહાવ્રત અથવા ગૃહસ્થોને પાંચ અણુવ્રતની આરાધનાનો ઉલ્લેખ પણ પ્રાચીન શાસ્ત્રકારોએ કર્યો છે. ક્યાંક શીલવત ભેગું લઇ એક પદ બતાવ્યું છે. ૧૪) તપપદ – આત્મા પર લાગેલા તમામ કર્મોનો નાશ કરવા માટે સમર્થ હોય તો તપ છે. ઘોર અને ઉગ્રતપ દ્વારા કર્મો સામે બરાબરીનો જંગ ખેડી લેવો તે તીર્થંકર નામકર્મ બંધાવી શકે. અહીં ‘ક્ષણલવ’ શબ્દ દ્વારા વૈરાગ્ય દ્વારા સમાધિમાં રહેવાની વાત પ્રાચીન શાસ્ત્રકારોએ બતાવી છે. ૧૫) ગૌતમ (દાન) પદ - પાંચ પ્રકારના દાનની નિષ્કપટપણે ઉલ્લાસથી પ્રવૃત્તિ કરવી જોઇએ. અહીં પોતાની પાસે નહોતું એવા પણ કેવળજ્ઞાનનું દાન પોતાના હાથે દીક્ષિત તમામ સાધુઓને આપનારા મહાદાનવીર ગૌતમસ્વામિજી ભગવંતનું સ્મરણ કરીને આરાધના થાય છે. બીજા શાસ્ત્રકારોએ અહીં તપસમાધિ નામનું પદ બતાવ્યું છે. ૧૬) જિનપદ - પોતાના આત્મામાં રહેલા રાગ-દ્વેષ અને મોહની વિશ્વવિજેતા ત્રિપુટીને જીતી લેનાર, ઇન્દ્રિયો અને મન પર વિજય મેળવનારા વીતરાગી તે જિન. સામાન્ય કેવળીઓ (અરિહંત પ્રભુ સિવાયના) પણ આમાં આવી જાય છે. તેમની ભક્તિ, પ્રશંસા અને સમર્પણ અહીં પ્રાચીન શાસ્ત્રકારોએ ત્યાગસમાધિ નામનું પદ બતાવ્યું છે. દ્રવ્ય-ભાવ બે પ્રકારના ત્યાગમાં સૂત્રાનુસારે યથાશક્તિ સતત પ્રવૃત્તિ કરવી તે... ૧૭) સંયમપદ – આહારાદિ સંજ્ઞાઓ પર નિયંત્રણપૂર્વકનું સંયમી નિષ્પાપ જીવન જીવવાનો સતત પ્રયત્ન કરવો તે. અહીં અન્ય શાસ્ત્રકાર ભગવંતો વૈયાવચ્ચસમાધિ પદ બતાવે છે. ૧) આચાર્ય ૨) ઉપાધ્યાય ૩) વિર ૪) તપસ્વી ૫) ગ્લાન (બિમાર) ૬) શૈક્ષક (નૂતન દીક્ષિત) ૭) સાધર્મિક ૮) કુલ (એક આચાર્યની નિશ્રામાં રહેનાર) ૯) ગણ (એકજ પ્રકારની આચાર પરંપરા-તત્ત્વપરંપરા ધરાવતા આચાર્યોનો સમુદાય) ૧૦) સંઘ-જૈનધર્મને પાળનારા તમામ-આ દસેની ૧) અન્નદાન ૨) પાણીદાન ૩) આસનદાન ૪) ઉપકરણદાન ૫) પગપૂજવાસાફ કરવા ૬) વસ્ત્રદાન ૭) ઔષધદાન ૮) માર્ગમાં સહાય કરવી. ૯) દુષ્ટચોરોથી રક્ષણ કરવું ૧૦) વસતિમાં પ્રવેશ વખતે દાંડો લેવો ૧૧) માત્રાનું
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy