________________
બહુમાન-પ્રશંસા અને સંયમોપયોગી દ્રવ્ય આદિનું સમર્પણ કરવું તે. આ પદની જગ્યાએ ‘તપસ્વી' પદ પણ લેવાય છે.
૮) જ્ઞાન - “નાણે પયાસગં'-જ્ઞાન એ જીવનના દરેક પાસાને અજવાળતી તેજરેખા છે. આવી જ્ઞાનગંગામાં સતત ડૂબકી મારી જીવનરહસ્યોના રત્નોને પામી લેવા તે. કેટલાક શાસ્ત્રોમાં અહીં “સતત જ્ઞાનનો ઉપયોગ'-એ પદ મૂકવામાં આવેલ છે.
૯) દર્શન - આત્મદર્શન અને વિશ્વદર્શન કરી ચૂકેલા પરમાત્માની સર્વ પ્રરૂપણા, આજ્ઞા અને આચારમાર્ગ પર સંપૂર્ણ શ્રદ્ધા સ્થાપિત કરી દેવી છે. કોઇ પણ જાતની મલિનતા કે બાંધછોડ વિના પ્રભુવચનને સમર્પિત થવું તે.
૧૦) વિનય - સર્વગુણોની પ્રાપ્તિ અને સર્વસિદ્ધિઓની પ્રાપ્તિનું એક માત્ર બીજ એટલે વિનય. ઉપકારી અને ગુણાધિક વ્યક્તિઓ પ્રત્યે હદયનો નમ્રતાનો-અહોભાવનો-સમર્પણનો ભાવ તે વિનય. સામાન્ય પણ ખંડન ન થાય તે રીતે વિનયગુણને આત્મસાત્ કરવા પ્રયત્ન કરવો તે.
૧૧) ચારિત્રપદ - એકઠા થયેલા કર્મોના જથ્થાને ઓછો કરી આપે તે ચારિત્ર. શ્રાવકજીવનરૂપ દેશવિરતિ અને સાધુજીવનરૂપ-સર્વવિરતિધર્મની અણિશુદ્ધ આરાધના કરવી અને કોઇ પણ પ્રકારની શિથિલતાઓ ન સેવવી તે.
અહીં ઘણા “આવશ્યક પદ પણ બતાવે છે. નિત્ય = દરરોજ કરવા યોગ્ય આરાધના છે. સામાયિક આદિ છ આવશ્યકની આરાધના અખંડપણે કરવી તે.
૧૨) બ્રહ્મચર્યપદ - બ્રહ્મ = શુદ્ધાત્મા-જેને આપણે પરમાત્મા કહીએ છીએ, પરમાત્માની જેવું નિર્મળ આચરણ રાખવું તે બ્રહ્મચર્ય. મન-વચન અને કાયાથી સંપૂર્ણપણે પવિત્રતામય જીવન જીવવું તે. સોનાના જિનમંદિરોથી આખી પૃથ્વીને મઢી દે તેના કરતાં પણ આ વ્રતનો મહિમા વધુ મનાયો છે. આ વતને નિર્મળપણે પાળવું.
અહીં “શીલ'-પદ દ્વારા ચારિત્રધર્મને પોષક વિશિષ્ટ મર્યાદાઓના પાલન આદિની વાત પણ અત્રે પ્રાચીન શાસ્ત્રકાર ભગવંતો દ્વારા બનાવાય છે.
૧૩) ક્રિયાપદ – 'જ્ઞાન-શિયાભ્યાં નોક:”
એટલે કે જ્ઞાન અને ક્રિયાના તાલમેલ દ્વારા જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તીર્થકર ભગવંતોએ પ્રકારેલા વિશુદ્ધ ક્રિયા ધર્મનું સેવન તમામ શક્તિથી કરવું તે.
* ૧૦