SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ વાસણ ૧૨) ઠલ્લાનું વાસણ ૧૩) શ્લેષ્મ-કફ કાઢવાનું વાસણ આપવું. આ ૧૩ પ્રકારની વૈયાવચ્ચ (સેવા) માં સતત પ્રવૃત્તિ કરવી તે વૈયાવચ્ચે સમાધિ. ૧૨-૧૩ માં નંબરમાં બતાવેલ શીલવ્રતને એક માનનારા મહાપુરૂષોના મતે બધા ક્રમ એક-એક આગળ જતા અહીં ‘સમાધિ’ પદ બતાવેલ છે. દુર્ધ્યાનનો ત્યાગ કરવો અથવા ગુર્વાદિના વિનય કરવા દ્વારા તેમને માન સિક સંતોષ આપવો તે સમાધિ... ૧૮) અભિનવ-શ્રુતગ્રહણ - સંવેગ અને વૈરાગ્યમાં ઝીલાવનારા નવા નવા શ્રુતજ્ઞાનનું અપ્રમત્તપણે ગ્રહણ કરવું તે... જ્ઞાન પ્રત્યેના અહોભાવ તથા અપ્રમત્તતાથી તીર્થંકરનામકર્મ બંધાય. ૧૯) શ્રુતબહુમાન શાસન સ્થપાય કેવળજ્ઞાનથી, સંચાલિત થાય શ્રુતજ્ઞાનથી... ૧૪ અથવા ૨૦ પ્રકારના ભેદથી યુક્ત શ્રુતજ્ઞાનની ભક્તિથી તીર્થંકર બનાય. ૨૦) તીર્થપ્રભાવના - જ્ઞાન, તપ, વ્યાખ્યાન, કવિતા, ધર્મવાદમાં વિજય આદિ દ્વારા તથા વિશિષ્ટ ઉદારતાપૂર્વક કરાતા તીર્થયાત્રા, છ'રીપાલક સંઘ, જિનાલય નિર્માણ, મહોત્સવો આદિ દ્વારા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરી શકાય છે. - આવા વિશિષ્ટ તપ, આપણને શુભતત્ત્વમાં ઝીલતા રાખનારા વીશેવીશ પદોની અથવા તેમાંના કોઇ પણ એક પદની આરાધના દ્વારા જીવ તીર્થંકર બની શકે છે. તીર્થંકર બનવાની પાત્રતા ધરાવનારા જીવમાં અનુરાગઆદર-બહુમાનભાવ-પ્રેમ-ભક્તિ ટોચ કક્ષાના હોય છે. તેમના જેવું ઉત્કૃષ્ટ વાત્સલ્ય અન્ય કોઇ જીવોમાં હોતું નથી. જેમકે શ્રીકૃષ્ણ, શ્રેણિક મહારાજા, સુલસા શ્રાવિકા આદિમાં જેવી તીર્થંક૨ભક્તિ હતી, તેવી બીજા જીવોમાં જોવા નહીં મળે... આ તીર્થંકર બનનારાની વિશેષતા છે. આ વીશસ્થાનકો શાશ્વત = સર્વકાલીન છે. ત્રણે કાળમાં આ જ વીશતત્ત્વોની ઉત્કૃષ્ટ ભક્તિ-વિનય-બહુમાન- આસેવન દ્વારા તીર્થંકર નામકર્મ નિકાચિત થઇ શકે છે. જે પણ જીવો તીર્થંકર થયા છે, થાય છે કે થશે તે આ જ વીશસ્થાનકની આરાધનાથી... તેથી આમાંના કોઇ પણ તત્ત્વ પ્રત્યે ઉત્કૃષ્ટ બહુમાન-ભક્તિ-વિનય આદિને અત્યારથી કેળવવાનો પ્રયત્ન કરવો તે તીર્થંકર બનવા તરફનો માર્ગ છે. ૧૨
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy