________________
ન હોય, વધુ ને વધુ મેળવવામાં મન એટલું તલ્લીન તઇ જાય કે એ એકાગ્રતાને ધ્યાનશબ્દથી ઓળખી શકીએ. ભવિષ્યના પ્લાન વિચારવામાં, વર્તમાનમાં મળેલી સંપત્તિને સાચવવાના ઉપાયો શોધવામાં તલ્લીન થઇ જતું મન આર્તધ્યાનગ્રસ્ત હોય છે. એ જ રીતે વિષયો પ્રત્યેની તીવ્ર આસક્તિથી કોઇ વચનની કે કાયાની એકાગ્રતાપૂર્વકની પ્રવૃત્તિ થાય તે પણ આર્તધ્યાનયુક્ત કહી શકાય છે. મુખ્યતયા આ ધ્યાન રાગપ્રયુક્ત હોય છે, રાગથી જન્મતું હોય છે. ભય વગેરેથી પણ આ ધ્યાનનો જન્મ માન્ય છે. એના પેટાભેદોની સંક્ષેપમાં સમજણ મેળવવાથી આ વાત વધુ સ્પષ્ટ થશે. ૧) અનિષ્ટસંયોગ - અણગમતી વ્યક્તિ કે વસ્તુનો સમાગમ થતા જે અણગમાની તીવ્ર લાગણી પ્રગટે છે તે જ આ આર્તધ્યાન સ્વરૂપ છે. ધંધામાં મંદી આવતા જે તીવ્ર અણગમાની લાગણી પ્રગટે છે તે આ પ્રકારના આર્તધ્યાનમાં અંતર્ભત થઇ શકે છે. ૨) ઇષ્ટવિયોગ - પ્રાપ્ત થયેલી ઇષ્ટ વસ્તુનો વિયોગ થાય ત્યારે થતી પીડિત ચિત્તવૃત્તિ, બેબાકળું મન તે જ આર્તધ્યાન. મળેલી સંપત્તિ ચાલી જાય ત્યારે પ્રગટતી અસ્વસ્થતા આ આર્તધ્યાનની અંદર ગણી શકાય. ૩) વેદનાચિંતન - શારીરિક, માનસિક, સામાજિક વગેરે દુઃખોથી, વેદનાથી છૂટવા માટેની તીવ્ર ઝંખના, વેદનાને કારણે પ્રગટતી અસ્વસ્થ ચિત્તવૃત્તિ એ જ આ આર્તધ્યાન. રોગોનો ઉચિત પ્રતીકાર કરવા છતાં મનની સ્વસ્થતા ખંડિત ન જ થવી જોઇએ. જો મન અસ્વસ્થ થઇ જાય તો તે અસ્વસ્થતાને શાસ્ત્રકાર ભગવંતો આર્તધ્યાન તરીકે જણાવે છે. ૪) નિયાણું – આ જન્મમાં કરેલી સાધનાના ફળ તરીકે વિષયસુખોની કે તેવા પ્રકારની કોઈ પણ વસ્તુની માંગણી કરવી કે – “આ સાધનાના બદલામાં મને આ વસ્તુ મળો' આવા પ્રકારની માંગણી તે નિયાણું અને આ માંગણીને કારણે જે સંક્લિષ્ટ ચિત્તવૃત્તિ પ્રગટે તે પ્રસ્તુત આર્તધ્યાન. દુન્યવી ભૌતિક ચીજોની આસક્તિને કારણે પ્રાયઃ નિયાણું થતું હોય છે. આથી તે આસક્તિથી ઘેરાયેલી અને પીડાયેલી ચિત્તવૃત્તિનો પ્રસ્તુત આર્તધ્યાનમાં અંતર્ભાવ કરવામાં આવે છે.
પરમ આનંદનું મંગલ દ્વાર
-
૩
-