SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે ચાર પ્રકારના આર્તધ્યાનના કારણોથી જન્ય આર્તધ્યાન પણ ચાર પ્રકારનું છે. ઉપરોક્ત ચારેય અવસ્થામાં મન સંકુલેશમાં ગળાડૂબ થઇ જતું હોવાથી તેવા પ્રકારની ચિત્તવૃત્તિને ધ્યાન તરીકે કહેવામાં આવે છે. આવી ચિત્તવૃત્તિ ભવભ્રમણ વધારનાર છે. આર્તધ્યાનથી તિર્યંચગતિ યોગ્ય કર્મ બંધાય છે. રૌદ્રધ્યાન હવે રૌદ્રધ્યાનના ચાર ભેદોની માહિતી મેળવી લઇએ. રૌદ્રધ્યાન નરક આપનાર છે, કારણ કે રૌદ્રધ્યાનમાં પરિણામ અતિસંક્લિષ્ટ હોય છે, રૌદ્ર હોય છે. આર્તધ્યાનમાં રાગ મુખ્યતયા ભાગ ભજવે છે. રૌદ્રધ્યાનમાં છે તીવ્ર દ્વેષ. આર્તધ્યાન મહત્તમઅંશે સ્વને જ નુકસાન પહોંચાડે છે. રૌદ્રધ્યાન મોટે ભાગે સામેવાળી વ્યક્તિને નુકસાન પહોંચાડીને જ રહે છે. સામેવાળી વ્યક્તિને હેરાન કરવાનું, પરેશાન કરવાનું વલણ રૌદ્રધ્યાનમાં તીવ્ર કક્ષાનું હોય છે. આથી જ આર્તધ્યાન કરતા રૌદ્રધ્યાન વધુ ભયાનક છે. લોકોમાં પણ રૌદ્રધ્યાન ખરાબ તરીકે તરત જ સ્વીકાર્ય થઇ જાય છે. આર્તધ્યાન ક્યારેક ક્ષમ્ય તરીકે ગણાય છે. ખરાબ તરીકે તેને ક્યારેક લોકદ્રષ્ટિમાં સ્થાન નથી મળતું. રૌદ્રધ્યાનના ભેદો૧) હિંસાનુબંધી - કોઇ પણ જીવને મારવાની સંક્લિષ્ટ પરિણતિ તે પ્રસ્તુત રૌદ્રધ્યાન. લગભગ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયની હિંસા વખતે ક્રમશઃ તીવ્ર-તીવ્રતર હિંસક પરિણતિ જોવા મળે છે. માટે તે ક્રમશઃ વધુ તીવ્ર રૌદ્રધ્યાન છે. જીવની હિંસા થાય કે ન થાય, પણ, મારવાની સંક્લિષ્ટ પરિણતિ પ્રગટી કે રૌદ્રધ્યાન આવી જાય છે. ૨) અસત્યાનુબંધી - કોઇ પણ પ્રકારનું અસત્ય બોલતી વખતે કે કરતી વખતે જે સંક્લિષ્ટ પરિણતિ હોય છે તે આ રૌદ્રધ્યાનસ્વરુપ છે. જૂઠું બોલીને કે કરીને સામેવાળાને છેતરવાનો, ઠગવાનો ભાવ જેટલું પ્રબળતમ સ્વરૂપ ધારણ કરે તેટલું રૌદ્રધ્યાન પણ તીવ્ર કક્ષાનું ગણાય. સામાન્ય ઠગાઇથી માંડીને કોઇના જાન-માલને નુકસાન થાય તે હદના જૂઠાણા સુધીના તમામ જૂઠાણાના આધારે આંતરિક પરિણતિસ્વરૂપ રૌદ્રધ્યાન અને તેની કક્ષાઓ જાણી શકાય. કારણ કે સામાન્ય ઠગાઇ કરતી જેને ધ્યાન માર્ગ
SR No.023297
Book TitleParam Anandnu Mangal Dwar
Original Sutra AuthorN/A
AuthorYashovijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy