________________
કાયયોગ-આ ત્રણેયની કે આ ત્રણમાંથી એકાદ-બેની પણ સ્થિરતા-એકાગ્રતા = ધ્યાન આમ આપણે કહી શકીએ.
ધ્યાનના ભેદ – શુભઅનુષ્ઠાનમાં મન, વચન, કાયાની સ્થિરતા એ જ ધ્યાન નથી. કિંતુ અશુભઅનુષ્ઠાનમાં મન, વચન, કાયાની સ્થિરતાને પણ ધ્યાન તરીકે જણાવવામાં આવે છે. તેથી ધ્યાનના મુખ્ય બે ભેદ- ૧) શુભધ્યાન ૨) અશુભધ્યાન. આપણે શુભધ્યાનનું આલંબન લેવાનું છે અને અશુભ ધ્યાનને છોડવાનું છે. અશુભધ્યાનના બે ભેદ – ૧) આર્તધ્યાન અને ૨) રૌદ્રધ્યાન તથા શુભધ્યાનના પણ બે ભેદ - ૧) ધર્મધ્યાન અને ૨) શુક્લધ્યાન. આના પેટાભેદો પણ ઘણા છે. તે આ પ્રમાણે
ધ્યાન
અશુભધ્યાન (1)
શુભધ્યાન (૨)
આર્તધ્યાન
રૌદ્રધ્યાન
શુકલધ્યાન
ર પૃથત્વવિતર્ક
> અનિષ્ટસંયોગ > ઇષ્યવિયોગ > વેદનાચિંતન >નિયાણ
>હિંસાનુબંધી
મૃષાનુબંધી > તેયાનુબંધી Pસંરક્ષણાનુબંધી
> આશારિચય >અપાયરિચય >વિપાકરિચય Pસંસ્થાનવિચય
| સવિચાર >એક્લવિતર્ક અવિચાર > સૂમક્રિયા પ્રતિપાતિ >ચુપરતક્રિયા [ અનિવૃત્તિ
(આર્તધ્યાન) આર્તઃ પીડાયેલ. પીડાયેલ ચિત્તવૃત્તિ આર્તધ્યાન. મતલબ કે જેનું મન પીડાયેલું રહેતું હોય, રડતું રહેતું હોય, વાતે વાતે જેને ઓછું લાગતું હોય તેવા પ્રકારની વ્યક્તિને આર્તધ્યાન હોય છે. અતૃપ્તિને કારણે જેનું મન અકલામણવાળું હોય તે વ્યક્તિ ત્યારે આર્તધ્યાનમાં છે. જે મળ્યું એનો સંતોષ
જૈન ધ્યાન માર્ગ