________________
અતિશયો અંગે કંઈક 1
[ ૧૭૫ અતિશયો અંગે કંઈક તીર્થંકરદેવોને તીર્થકરનામકર્મના ઉદયથી જેમ અષ્ટમહાપ્રાતિહાયની ઋદ્ધિ-વૃદ્ધિને જન્મ થાય છે તેમ સાથે સાથે ૩૪ અતિશયોની પણ યથાયોગ્યકાળ પ્રાપ્તિ થાય છે. તે અતિશયમાં ૧. સહજ રીતે ઉત્પન્ન થનારા અતિશયો ૪, ૨. ઘાતકર્મના ક્ષયથી ઉત્પન્ન થનારા અતિશયો ૧૧ અને ૩. દેવોઠારા ભકિતથી થનારા અતિશયે ૧૯. આમ બધા મળીને (૪+૧૧+૧૯ = ) ૩૪ અતિશયો છે. આ અતિશયો ત્રણેય કાળમાં તીર્થકર વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે બીજા કોઈને નહિ.
સહજાતિશય-૪ જન્મતાંની સાથે જ ઉત્પન્ન થનારા ચાર અતિશયોને સંબંધ તેમની કાયા સાથે છે. તેમાં ૧. પહેલા અતિશયમાં, સર્વ શ્રેષ્ટકોટિનું, લેકેત્તર, અદ્ભુત, સુંદર અને નિરોગી શરીર, પરસેવો અને મેલને અભાવ વગેરે, ૨. રૂધિરમાંસતિશય એટલે કે ભગવાનનું લેહી, માંસ બંને ગાયના દૂધ જેવું ઉજજવળ–ત હોય છે, ૩. ભગવાનના શ્વાસોશ્વાસ સુગંધી હોય છે અને ૪. ભગવાન જે આહાર-વિહાર કરે તેમાં આહાર એટલે ભોજન કરતા હોય છે અને નિહાર એટલે માલવિસર્જનની ક્રિયા તે ચર્મચક્ષુવાળા જ જોઈ શકે નહિ. આ ચાર સહજાતિશ છે.
કર્મક્ષયથી ઉપલબ્ધ ૧૧ અતિશય જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મોને ક્ષય થવાથી ઉત્પન્ન થનારા અતિશય ૧૧ હોય છે. ૧. પરિમિત જગ્યામાં અતિઅપરિમિત સંખ્યાના છોને. સમાવેશ થઈ જવો, ૨, ભગવાન એક જ ભાષામાં બોલે છતાં મનુષ્યો, પશુ-પક્ષીઓ અને દેવ પિતતાની ભાષામાં સાથે સાથે જ સમજી જાય, સહુને એમ જ લાગે કે ભગવાન અમને જ અમારી ભાષામાં જ કહી રહ્યા છે. ભગવાનની વાણી એક જન સુધી સંભળાય એટલે કે ૪ ગાઉ સુધી અવાજ પહોંચે, ૩. માથા પાછળ તેજસ્વી ભામંડલ, ૪. ભગવાન જ્યાં જ્યાં વિચરતા હોય એ ભૂમિ ઉપર કેવી પરિસ્થિતિ સર્જાય છે