________________
૧૭૪ ]
| તીર્થંકરદેવને પરિચય જન્મથી જ એમની ચાર મહાનતાઓ હોય છે. ભગવાનનું શરીર સુગંધવાળું, રોગરહિત, પરસેવે ન થાય તેવું, સુગધી વાસવાળું, રૂધિર અને માંસ ગાયનાં દૂધ જેવા ઉજજવળ વગેરે ૩૪ વિશેષતાઓ (અતિશ) અને વાણુની ૩૫ વિશેષતાઓ (અતિશય) હોય છે. તેમાંથી ફક્ત બે નમૂના રજૂ કરૂં. એક તે ભગવાન બોલે એક જ ભાષામાં પણ એમની વાણ સને પિતપતાની ભાષામાં પરિણમે અને બીજુ ભગવાનની હાજરીમાં પરસ્પર હિંસક-વિરોધી વ્યક્તિઓના પણ વૈર-વિરોધ શમી જાય છે અને અહિંસકપરિણામી બની રહે છે.
આ દુનિયામાં કેત્તર વ્યક્તિ તરીકે માત્ર તીર્થકરો જ હોય છે, તેથી માનવજાતની બુદ્ધિ અને તર્કથી પર સંખ્યાબંધ વિશેષતાઓ છે, જે વિશેષતાઓને જૈનસમાજને પણ પૂરે ખ્યાલ નથી તે અજૈન સમાજને તે હોય જ ક્યાંથી ! આ વિશેષતાઓ નીચે આપી છે જેને ખાસ અભ્યાસ કરવા જેવું છે, તીર્થંકરની વિભૂતિઓ વિજ્ઞાનને પડકારરૂપ છે. | તીર્થકરોના ૩૪ અતિશયોની નામાવલી
નેધ–આ પુસ્તિકામાં બીજો લેખ “તીર્થકરદેવની કેશમીમાંસા'ને છે. એ લેખને સમજવા માટે અતિશયોનું જાણપણું પણ જરૂરી છે તેથી ૩૪ અતિશયેની નામાવલી પણ અહીં આપું છું.
* શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાયમાં અતિશયની બાબતમાં થડે મતાંતર છે. ૩૪ અતિશય સિવાયના પણ કેટલાક આશ્ચર્યજનક અતિશય શ્વેતામ્બર-દિગમ્બર ગ્રન્થમાં લકત્તર ગણાતા તીર્થકરની કેટલી મહાન વિશિષ્ટતા છે તેને ખ્યાલ આપવા માટે જણાવ્યા છે.