________________
તીર્થકરદેવનો પરિચય ]
[ ૧૭૩ હાજરાહજૂર રહે છે. તીર્થકર એ ઈશ્વરીય વ્યક્તિ છે, એને ખ્યાલ આપવા માટે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય કે તરત જ દેવે ભક્તિથી તેમજ તીર્થકરેના તીર્થકરત્વને લેકમાં પ્રસિદ્ધિ આપવા કાયમ માટે આઠ વસ્તુઓ તેમની સેવામાં અવિરત હાજર કરે છે. એ આઠ વસ્તુઓને જૈનધર્મમાં આઠ પ્રાતિહાર્ય (અષ્ટપ્રાતિહાર્ય) શબ્દથી ઓળખાવવામાં આવે છે. પ્રતિહારી એટલે સેવામાં જે હાજર રહે છે, તેથી તેનાં પ્રતીકને પ્રાતિહાર્ય કહેવાય છે. ૧. બેસવાનું સિંહાસન ૨. બે બાજુ ચામર વીંજવા ૩. માથા પાછળ ભામંડલ ૪. મસ્તક ઉપર વેત ત્રણ છે ૫. આકાશમાં દિવ્યધ્વનિ ૬. દુંદુભિને નાદ ૭. દેવેથી કરાતી પુષ્પવૃષ્ટિ અને ૮. અશેકવૃક્ષ. આ આઠેય વસ્તુ ભગવાનની સાથે જ વિહારમાં, દેશના સમયે અને બેઠા હોય ત્યારે પણ હોય છે. ભગવાનની આ દેવકૃત મહાન સેવાઓ છે. અષ્ટપ્રાતિહાયની અદ્ધિ-સમૃદ્ધિ અને વિભૂતિ જોઈને ઈશ્વર કે ભગવાન તો ખરેખર તીર્થકરો જ છે એવી આસ્થા–ભાવના પેદા થાય એવા નિમિત્તની સામે જીવનાં કલ્યાણ માટે અનિવાર્ય આવશ્યકતા છે.
હવે તીર્થકરને લેત્તર કહ્યા. તેના મહત્વનાં અનેક કારણે પૈકી નમૂનારૂપે ડાંક અહીં આપું છું.
તીર્થકરોને જન્મ એ તેમને છેવટને જન્મ હોય છે. આ જન્મમાંથી ગયા પછી સંસારમાં જન્મ-મરણ માટે આવવાનું હેતું નથી. આવી અસાધારણ મહાતિમહાન વ્યક્તિ જન્મ ત્યારે તેની કાયા પણ કેટલી પવિત્ર, ભવ્ય, સુંદર અને અનેક વિશેષતાવાળી હોય છે. એ માટે શાસ્ત્રમાં લખ્યું છે કે