________________
૧૭૨ ]
[ તીર્થંકરદેવના પરિચય
થવાય એ માનું પાલન કરે તેા કોઈપણ જીવ ઈશ્વર થઈ શકે છે એટલે તીર્થંકર થનારી વ્યક્તિએ અલગ અલગ હેાય છે. વળી જૈનધમાં ઇશ્વર થવાના અધિકાર પુરુષને જ છે, માનવ`શરીરી સ્ત્રીને કે પશુ-પ્રાણી શરીરે ઇશ્વર થવાના અધિકાર નથી. ઇશ્વર થનારી વ્યક્તિ માનવજાતની શ્રેષ્ઠ ચેાનિમાં જ જન્મ લે છે. આ કાળમાં શ્રી ઋષભદેવથી લઈ ને છેલ્લાં શ્રી મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થંકરા થયા છે. હવે પછીનાં હજારો વર્ષ સુધી કોઈ તીર્થંકર જન્મ લેવાના નથી. આ કાળ અત્યન્ત કપરો અને વિષમ છે. કળિયુગના જે સમય આજે ચાલી રહ્યો છે તે સમય અસભ્ય વરસેામાં કયારેય આવ્યે નથી. તેથી અત્યારે સર્વત્ર · ત્રાહિમામ્ ત્રાહિમામ્ ’ના અ’તરમાંથી પાકારા થતા રહ્યા છે. પ્રાણીમાત્ર માટે અસાધારણ દુઃખપૂર્ણ કાળ આવ્યા છે.
તીકરા છેલ્લામાં છેલ્લી કોટિનુ` અઢળક પુણ્ય માંધીને જન્મે છે તેથી તેમની બધી જ વાતા અનેાખી હોય છે. અત્યન્ત ક્લિષ્ટ કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામે ત્યારે તેઓ દેવા અને ઇન્દ્રોથી પૂજનીય, આદરણીય અને સન્માનનીય અને છે અને તેમની સેવામાં સેકડા દેવા હાજર રહેતા હોય છે. વીતરાગી બનેલા તીર્થંકરાને કાઈ અપેક્ષા નહી' હાવા છતાં પણ પરમાત્માના પુણ્યબળે મેગ્નેટની જેમ દેવા આકર્ષાઈ ને
૧. શ્રી મલ્લિનાથજીની ધટના એ એક અપવાજ્રનક ઘટના છે. આવું લાખા વરસે બનવા પામે છે.
૨. ત્રાયવ૦