________________
૧૬૦ ]
[ અગત્યની વિચારણા ગયા. એ કઈ રીતે તમે નક્કી કર્યું? ત્યારે મારા અનુભવની વાત કરી, એટલે કે સાકરની કટકીઓને ચીટકાવીને ત્રણથી પાંચ ઈંચ સુધી તૈયાર કરાતા લાંબા સાકરના મીઠાઈના કટકા મેં અમદાવાદ સ્ટેશન પાસેના રેડ ઉપર ફરતી સિંધી ભાઈની રેંકડીમાં ખાદ્ય ચીજો વચ્ચે જાતે જોયા. તે વાત કરીને કહ્યું કે લિંગાકાર જેવી સાકરની એક જ ચીજથી પૂજન કરવાનું છે, પછી લવિંગની જરૂર રહેતી નથી. આ વાત તેમને બરાબર જચી ગઈ અને તેમણે પણ આ ઘટનાથી ખૂબ જ આનંદ સહ નવાઈ લાગી.
આઠમી વાત– સિદ્ધચક બૃહત્ પૂજનમાં અંતે શાંતિકળશ આવે છે. એ શાંતિકળશના પાઠના પ્રારંભમાં શો પંપ ફૂાશ્ચ ઋષમવિકિનવંવાર નમોનમઃ આ પાઠ છે. અહીંયા
વાર એમાં જે ર મૂકે છે, એને કેઈ અર્થ નીકળતે નથી, અને એથી તે પંક્તિને અર્થ પણ બંધબેસતો થાય તેમ નથી. વળી એક જ વાક્ય છે એટલે જ હવે જ ન જોઈએ પણ ગમે તે કારણે સંપાદકને અર્થને સાચે ખ્યાલ તત્કાલ આવ્યું નહીં એટલે ૪૦ વરસથી સિદ્ધચક્રપૂજનવિધિની પ્રતિઓમાં આ ભૂલ ચાલી આવી છે. અનેક આચાર્યો, સાધુઓ, વિધિકાર આ પાઠ બેલે છે પણ (સં. ૨૦૪૫ સુધી) ભૂલને સુધારે થવા પામ્યું નથી. આ બાબતમાં મેં આચાર્યશ્રીજીનું પત્ર લખી ધ્યાન દોર્યું, ત્યારે તેમણે મને સહજભાવે કહ્યું કે ૨ કાઢી નાંખીએ તે અર્થસંગતિ થઈ જાય ખરી? મેં લખ્યું કે થાય નહિ. આ માટે વાક્ય સુધારાય તે જ થાય. તે આ રીતે—પાંચ રંગવાળા હોંકારની અંદર સ્થાપિત કરેલા એવા