SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ એક વિચારણીય પ્રશ્ન ] [ ૧૪૯ માથાવાળા ભગવાન ચીતરવાની પ્રથાની જરૂર નહીં રહે. ઉચિત રીતે વાળ બતાવવાથી એની મેાહકતા–સુ ંદરતાના પ્રભાવ અનેરા બની જશે, ( રહેશે ) અને એમાં ખીન્ન પણ લાભા સમાયા છે. એક વાત વિચારીએ કે માથાના, દાઢી—મૂછના વાળની વૃદ્ધિ થતી નથી. એ વિધાન કેવળજ્ઞાન થયા પછીતું સમજીએ તે કેમ ? જો એમ સમજીએ તા છદ્મસ્થાવસ્થામાં ભગવાનને દાઢી-મૂછવાળા ચિતરાવી શકાય અને કેવલી અવસ્થામાં સમવસરણમાં બિરાજતા હેાય ત્યારે, છદ્મસ્થાવસ્થામાં જેટલા વાળ વધેલા હાય તેટલા જ વાળ કેવલી અવસ્થામાં હોય, બીજો તર્ક કેવલી થયા પછી વાળની વૃદ્ધિ થતી નથી, એવું સ્વીકારીએ તે કેમ ? જો એમ કરીએ તેા કેવલી અવસ્થામાં પણ ભગવાનને વાળ, દાઢી-મૂછ બધું બતાવી શકાય. મારી આ વાત ઉચિત છે કે કેમ ! તે સુન્ન અભ્યાસીઓએ અવશ્ય જણાવવુ. એક વધુ ખ્યાલ એ આપું કે, પ્રભુજીના સ્થાપનાનિક્ષેપમાં અરિહ'ત કે સિદ્ધ અવસ્થાવાળી મૂર્તિ એના મસ્તક ઉપર આકક ઢબે વાળને દેખાવ કરવાનું આપણે પ્રાચીનકાળથી સ્વીકારેલું છે. આ એક સવપ્રસિદ્ધ અને સ`માન્ય નિવિવાદપણે તેમજ સર્વસ્વીકૃત બાબત છે. શાસ્ત્રના અભ્યાસી, જ્ઞાની કે વિદ્વાનને વિનમ્ર વિનંતિ કે ઉપરની મારી સમજ સાચી છે ખરી ? તે માટે આપનું સ્પષ્ટ મંતવ્ય નિઃસ કાચપણે જણાવશે। તા આપને આભારી થઈશ. આવી અતિ મહત્ત્વની બાબતમાં ઉપેક્ષા કે બેદરકારી જરા પણ ન દાખવશેા. આચારાંગ સટીક કાઢી આપ જોઈ લેા, બીજા સંદર્ભો જોવા હોય તેા તે પણ તપાસી લે, પછી મને લખેા. ના નહિ અને હા નહિ એવું અથવા ‘નરા વા કુંજરો વા ’ જેવું ગાળ ગેોળ અદ્ધર ન લખતાં, સ્પષ્ટ લખશે તે યથાથ નિય કરવામાં મદદરૂપ બનશે. * —સુધાષા, કલ્યાણુમાંથી
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy