________________
એક વિચારણીય પ્રશ્ન ]
[ ૧૪૭ લીધા પછી મેક્ષે જાય ત્યાં સુધીના કેઈપણ પ્રસંગનું ચિત્ર કે મૂર્તિ જે કંઈ બનાવાય છે, એમાં ભગવાનનું મસ્તક વાળ વિનાનું જ (ગુજરાતીમાં જેને બોડિયું કહેવાય છે) વરસેથી બનાવાય છે. હા, સ્થાપનામૂર્તિમાં માથે વાળ બતાવવાની જોરદાર, વ્યાપક અને સર્વમાન્ય પ્રથા જરૂર છે.”
ગત સાલમાં ભગવાન શ્રી મહાવીરનાં તૈયાર થયેલાં થોડાં અદ્યાવધિ અપ્રકાશિત સાત ચિત્રનું આખરી ટચીંગ-પરિમાર્જન મુંબઈથી આવેલા ચિત્રકાર પાસે જ્યારે હું કરાવી રહ્યો હતો ત્યારે હું આચારાંગ આગમસૂત્રનું ઉપધાન નામક ત્રીજા ઉદ્દેશકનું પ્રથમ સૂત્ર જોઈ રહ્યો હતો, ત્યારે ગાથા નંબર ૪૯ લક્ષ્મપૂર્વક જોતાં તેના ત્રીજા ચરણમાં–
લુસિયપૂર્વે અપપુણે હિ –(મૂલપાઠ) ટીકા-લુસિતપૂર્વે હિંસિતપૂર્વ-કેશકુંચનાદિભિરપુ: અનાર્થ:પાપાચારિતિ
આ પાઠ જે. પછી ધ્યાનપૂર્વક વિચાર્યો એટલે હું જરા ચમકે. કેમકે આ પાઠ ખુલ્લા શબ્દોમાં જણાવે છે કે –
અજ્ઞાન–પાપી અનાર્ય લેકે છદ્મસ્થાવસ્થામાં રહેલા ભગવાનના માથાના વાળને પકડીને ખેંચતા હતા.” આ વાતથી એ વાત સ્પષ્ટ ઉપસી આવતી હતી કે, ભગવાનના માથા ઉપર વાળ વધી ગયા હતા. વાળ હોય તે જ તે પકડી શકાય! અર્થાત્ ઝરીયા ખેંચી ભગવાનને ત્રાસ આપી શકાય. એનો અર્થ એ છે કે લેચ પછી વાળને વધારે થયો હતો. ઉપરના ટીકાકારના અર્થના ભાવને જે સ્વીકારીએ તે પ્રચલિત-રૂઢ બનેલી પરંપરાની વાત કઈ રીતે ઘટી શકે? આ પ્રસંગ દીક્ષા લીધા પછી એકાદ વરસની આસપાસ મહાવીર અનાર્ય દેશમાં વિચર્યા ત્યારે બન્યું હતું.
બીજી અહીં ખાસ વિચારવા જેવી ગંભીર બાબત એ છે કે દીક્ષા વખતે લેચ થઈ ગયા બાદ માથાના કે દાઢી-મૂછના વાળની વૃદ્ધિ થતી