________________
અશેક-આસોપાલવ ]
[ ૧૨૩ તીર્થકરે વીતરાગ બન્યા હોવાથી એમને તે પ્રાતિહાર્યોની જરાપણ અપેક્ષા હોતી નથી, પરંતુ આ આઠ પ્રાતિહાર્યોને દેવે પિતે જ પરમાત્માની પવિત્ર ભક્તિ નિમિત્તે રચે છે. આથી તીર્થકર વિશ્વની સર્વોચ્ચ વ્યક્તિ છે, વિશ્વમાં અંતિમકક્ષાના મહાપુરુષ છે, માનવ નહિ પણ મહામાનવ છે, મહાતિમહામાનવ છે” વગેરેને ખ્યાલ પણ જનતાને અષ્ટપ્રાતિહાર્ય દ્વારા મળે છે. મુખ્યત્વે તે પરમાત્માની સેવા, ભક્તિ, મહિમા, પરમાત્માની વાણુને પ્રચાર-પ્રસાર, વિસ્તાર વગેરે કારણે વીસે કલાક એ સતત હાજરાહજૂર હોય છે.
આ આઠ પ્રાતિહાર્યોનાં નામ આ પ્રમાણે છે.
૧. અશેકવૃક્ષ, ૨. સતત દેવદ્વારા કરાતી પુષ્પવૃષ્ટિ, ૩. દિવ્યધ્વનિ, ૪. ચામર-દેવેનું પરમાત્માની બંને બાજુએ ચામર વીંઝવું, ૫. આસન એટલે પરમાત્માને બેસવું હોય ત્યારે સિંહાસન, ૬. ભામંડલ–પરમાત્માના મસ્તકની પાછળ અદ્ભુત પ્રકાશવાળું આભામંડલ, ૭. દુન્દુભિ એટલે દહેરાસરમાં પૂજા ભણાવતા કે આરતી વખતે નગારાંની જે જોડી વગાડવામાં આવે છે તે. “દુન્દુભિ રથો કેવું વાદ્ય સમજવું તેની સ્પષ્ટ જાણકારીના અભાવે ગામડાનાં લેકે સાત આઠ ફૂટ લાંબી પિત્તળની ભૂંગળ મેંઢાથી વગાડે છે તે અથવા ઢલકને
૧. સર્વોચ્ચ વ્યક્તિ એટલે આ વ્યક્તિ અંતિમ કક્ષાની કે ઈશ્વરીય છે એના સૂચક તરીકે આપણું જૈન સંસ્કૃતિમાં ઓછામાં ઓછાં ત્રણ છત્ર લટકાવવાને રિવાજ છે. જેમાં આ પ્રથા ઘણી મર્યાદિત છે પણ જૈન અને બૌદ્ધ ધર્મમાં તીર્થકર કે બુદ્ધની મૂર્તિમાં અવશ્ય આ પ્રથા છે.