SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકરદેવની કેશમીમાંસા ] [ ૧૧૩ કેવલી અવસ્થામાં (દેવો દ્વારા પ્રસ્થાપિત) વાળનું અવિરહપણે અસ્તિત્વ હોય. ૧૨. દાઢી-મૂછ હોય? હા, દેશના વખતે ભગવાન સુશોભિત દાઢી-મૂછવાળા જરૂર હોય. ૧૩. માથાના વાળવાળી મૂર્તિઓ બનાવાય છે તે દાઢી-મૂછ. વાળી કેમ નહિ? શું તે શાક્ત નથી? તે શાસ્ત્રોક્ત છે, શાશ્વતી મૂતિઓ દાઢી-મૂછવાળી જ છે, પણ એક વાત ધ્યાનમાં રાખવી કે આપણે ત્યાં એ પ્રથા ગમે તે કારણે પહેલેથી જ નથી, અને એ નથી તે બધી રીતે એગ્ય જ છે. ૧૪. જે દાઢી-મૂછવાળા ભગવાન શોભતા નથી તે પછી ઈન્દ્ર શા માટે તે રાખે છે? એને જવાબ જ્ઞાની આપી શકે. બાકી તેનું અનુકરણ થવા ન પામ્યું એ સાપેક્ષભાવે કહું તો સમુચિત થયું છે. ૧૫. ભગવાનની મૂર્તિના માથે વાંકડિયા-વર્તુળાકારે જે વાળ હોય છે તેવું કરવાનું ઈન્દ્ર મહારાજાએ બતાવ્યું છે, જે મુખની શોભામાં અને વધારે કરે છે એ વાળ કેવા હોય? એ માટે આપણે ત્યાંની પ્રાચીન ૪૧ ઇંચ ઉપરની ૨૦૦ વરસ પહેલાની મૂર્તિઓ જેજે. પ્રાય: શાસ્ત્રોક્ત વાળ જોવા મળશે. દક્ષિણની શ્રવણબેલગોલાની ઊભી મૂર્તિને કેટો ગમે ત્યાંથી જોવા મળશે, તે મેળવી તેનું મસ્તક જોઈ લેજે, જોવામાં આનંદ અનુભવાશે. કેશ. ૮
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy