SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦] [ તીર્થંકરદેવની કેશમીમાંસા છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિના દિવસે દેવે વાળને જે રીતે જેવા સુશોભિત કરે પછી તે જ રીતે જ તેવા (હાનિ-વૃદ્ધિ વિનાના) નિર્વાણ-મૃત્યુપર્યન્ત રહે એમ સમજવું રહ્યું. . પ્રશ્ન–દાઢી-મૂછવાળા ભગવાન શોભે ખરા? ગૃહસ્થ જેવા ન લાગે? સંસારી અને સાધુ બંને સરખા બની ન જાય? અને એ ગમશે ખરું? ઉત્તર આપણે ત્યાં પરદેશથી આયાત થયેલી ચાલ પ્રમાણે લોકમાં ૬૦-૭૦ વરસથી દાઢી-મૂછ રાખવાનું ગમતું આકયલાલ નથી, એ અશોભનિક અને અનેક રીતે નડતરરૂપ લાગે છે. શહેરી લોકેમાં તે પુરુષત્વના પ્રતીકરૂપે દાઢી-મૂછનો રિવાજ લગભગ નીકળી ગયે. રેજ આપણે હજારો પુરુષે દાઢી-મૂછ વિનાના જોતાં હોઈએ, એ દશ્યને તીવ્રસંસ્કાર આપણી આંખને પડ્યો હોય, ત્યાં ના (દાઢી-મૂછને) વિધી આવિષ્કાર કેઈને ગમે ખરે? ન જ ગમે, એમ છતાં શાક્ત વાસ્તવિક પરિસ્થિતિની અવગણના પણ કેમ થઈ શકે ! મહાનુભાવે અને વાચકે! તમે સહુને વધુ સ્પષ્ટતાથી સમજાય માટે પુનરાવૃત્તિને દેષ વહેરીને પણ વિસ્તારથી આ લેખ લખે છે. આ લેખથી તમે વાંચી આવ્યા કે પંચમુષ્ટિ લોચ કર્યા પછી પણ વાળ ઊગવાની પ્રક્રિયા અવશ્ય ચાલુ હતી અને આ પ્રક્રિયા પૂરા છદ્મસ્થકાળ સુધી રહી હતી. ભગવાનને કેવલજ્ઞાન થતાં તેઓશ્રી બાહ્યાભંતર વૈભવના સ્વામી બન્યા. દેવ-દેવેન્દ્રો ચકવર્યાદિ રાજા-મહારાજા અને પ્રજાથી પૂજાતા થયા. આ કક્ષા એટલે માનવ સંસારમાંની છેલ્લામાં છેલ્લી
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy