________________
તીર્થકરવાની કેશમીમાંસા ]
[ ૯૯ આવા ભગવાને સમવસરણમાં બિરાજી પર્વદા સમક્ષ દેશના આપી.
આ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે સમવસરણમાં ભગવાને પ્રથમ દેશના શરૂ કરી તે વખતે ભગવાનને વાળ અલ્પ નહિ પણ ભરચક, ઘેળા કે કાળા-ધોળા મિશ્ર નહીં પણ અત્યંત શ્યામ, ટૂંકા નહી પણ શોભે તેવા પ્રમાણસર અર્થાત્ જુવાન
ધ જેવા માણસને હોય તેવા હતા. આથી એક વાત નિશ્ચિતરૂપે સ્પષ્ટ થાય છે કે ભગવાન જીવ્યા ત્યાં સુધી હાનિવૃદ્ધિ વિનાના સદાયને માટે અવસ્થિત કરવામાં આવેલા વાળવાળા જ હતા. આ વાળ એક જ સરખા (દૈવિક પ્રભાવે) રહ્યા હતા. લેચ પ્રથા છદ્મસ્થાવસ્થામાં હતી. કેવલી બન્યા પછી સ્વર્ગના ઈન્દ્રના પ્રયાસ અને પ્રયોગ પછી એ પ્રથા કાયમ માટે બંધ થઈ અને સાથે સાથે સદાને માટે વાળ વગેરેનું સ્થિરીકરણ થયું, તેથી સાચી રીતે વાળ અંગેના અવસ્થિત અતિશયની શરૂઆત અહીંથી થાય છે.
પ્રશ્ન—ઉપરોક્ત લેખમાં માથાના વાળ અંગે ઠીક ઠીક ચર્ચા થવા પામી પણ દાઢી, મૂછ કે નખના વાતની ચર્ચા કરી નથી તે એ અંગે શું સમજવું?
ઉત્તર–પ્રથમ મુખ્યતા મસ્તકના વાળની હેય છે એટલે એ કરી, પણ ગૌણપણે એ વાત દાઢી, મૂછને પણ લાગુ પડે છે એટલે ભગવાનને કેવલજ્ઞાન થતાં માથાના વાળની જેમ દાઢી-મૂછને પણ ઇન્દ્રદેવ સુશોભિત અને સુંદર લાગે તે રીતે મઠારે છે અને પછી ત્રણેયને અવસ્થિત બનાવે