SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ તીથ કરદેવની કેશમીમાંસા ] | ૧૦૧ કક્ષા, આ પુણ્ય એટલે છેલ્લામાં છેલ્લી કોટિનું સર્વોચ્ચ પુણ્ય. આવી કક્ષાએ પહોંચેલા ભગવાનને છદ્મસ્થાવસ્થામાં વાળ ઊગે, લોચ વડે પાછા કાઢે તે બરાબર, પણ આ પ્રક્રિયા જો કેવલી અવસ્થામાં પણ ચાલુ રહે તે બધી રીતે અનુચિત હતું. આ અવસ્થામાં લોચની ઉપાધિ હુવે શા માટે હોવી જ જોઈએ ? જો છદ્મસ્થકાળની લોચની પ્રથા કેવલી અવસ્થામાં ચાલુ રહે તા ભગવાનને તેા જો કે કશી તકલીફ કે વિચારવાનું ન હતું પણ લોચ થાય ત્યારે ભગવાન વાળ વિનાના એડિયા લાગે. તે ઇન્દ્રાદિક દેવાને અને દક-લોકેાને સ્વાભાવિક રીતે જ ન ગમે, વળી તીથ કર લોકેાત્તર (લોકથી ઉપર ઉઠેલી ) વ્યક્તિ છે એટલે તેઓશ્રીની મર્યાદા અનેાખી હાય છે, એટલે દેવેન્દ્રોને થયું કે મારા ભગવાન વાળ વિનાના તે કઈ શેાલે ? મને જ ન ગમે તેા બીજાને જોવા કેમ ગમશે ? હવે તે સાક્ષાત્ તીકર બન્યા એટલે હવે તેા એમનું દર્શન કરીને લોકે ભાવિવભાર બની જાય, અનિમેષ નયને જોયા જ કરવાનું મન થાય એવું હોવું જોઇ એ. એ ઊઘાડું સત્ય છે કે મુખની શાભા વાળથી જ છે, એટલે ઇન્દ્ર મહારાજાએ ભગવાનના વાળ કેવલજ્ઞાન થયુ. ત્યારે જે હતા તેને જ દૈવિક શક્તિથી મઠારીને જરૂરિયાત લાગી તે પ્રમાણે વ્યવસ્થિત કર્યાં. હવે તે અત્યારે જે રીતે વાળને આકાર (શેપ) આપશે તે જાતના વાળ મૃત્યુપર્યન્ત રહેવાના એટલે ઇન્દ્રે પેાતાની અમેત્રદૈવિક શક્તિથી બહુ જ વિચારપૂર્વક ભગવાનના વાળને વળાંક આપી સુવ્યવસ્થિત કર્યાં. વાળને ઘેરો શ્યામ રંગ, ભરચકપણું, સાતડાના વળાંક જેવા વાંકડિયા-ગૂંચળિયા બધું જ કરી
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy