________________
તીર્થંકરદવની કેશમીમાંસા ]
| [ ૯૭ યુવા જેવા સુંદર, સશક્ત, દર્શનીય લાગે તે ખ્યાલ રાખીને ફરજ બજાવે છે.
ઉપરની વાત વાંચ્યા પછી આની સામે કેઈને શંકા કરવાનું, સવાલ ઉઠાવવાનું કે ન માનવાનું કારણ નહીં રહે. હાથ કંકણને આરસી જેવી વાત હોય ત્યાં શું કહેવાનું હોય? હવે ભગવતીજી સૂત્રને પ્રથમ પુરા જોઈએ
ઉપર પપાતિક સૂત્રને મુશમોગા પાઠ જે આ છે એ જ પાઠ ભગવતીજી સૂત્રના પ્રારંભમાં જ ભગવાન મહાવીર કેવા મહાન હતા એ કહેવા માટે પાંચમા મૂલસૂત્રમાં સુપ્રસિદ્ધ મુત્યુ સૂત્ર જેવી સ્તુતિ કરીને “સમવસરણ વર્ણક” સુધી વર્ણન કરવાનો આદેશ કર્યો, એના અનુસંધાનમાં ભગવતીજી સૂત્રને પાઠ પુનઃ આપ જરૂરી લાગવાથી પૂ. અભયદેવસૂરિ મહારાજે ઔપપાતિક સૂત્રમાં ભગવાનના દેહવર્ણને જે હૃદયંગમ અધિકાર આપે છે તે જ અધિકાર પુનઃ એમને ભગવતીજીની ટીકામાં શબ્દશઃ ઉદ્દધૃત કર્યો છે. પ્રસ્તુત પાઠ ઔપપાતિકને જે પાઠ ઉપર આપે છે તેને અનુસરતે જ હોવાથી તે પાઠ અહી પૃષ્ઠ ૯૮ માં નીચે 'ટિપ્પણુમાં આપે છે.
૧. ભગવાનના માથાના વાળ કેવા હોય તેનું આબેહૂબ વર્ણન કરતો પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રનો પાઠ અહીં પૃષ્ઠ ૯૮માં ટિપણમાં આવ્યો છે. કેશ. ૭