________________
| તીર્થંકરદેવની કેશમીમાંસા માફક અથવા મેટી મૂતિઓમાં માથા ઉપર જેવા આકારે હોય છે, તે રીતે હતા એટલે જમણી તરફથી લઈ 'ડાબી તરફ વળાંક લેતા હતા. આટલાં વિશેષણે સૂત્રકારે વાપર્યા.
હવે તેની થોડી સમીક્ષા–તારવણી કરી લઈએ— - સમીક્ષા–એક વાત નજર સમક્ષ રાખીએ કે ૪૨ માં વરસે ભગવાનને કેવલજ્ઞાન થતાં કેવલી થયા હતા. કેવલી થયા એટલે સમવસરણમાં દેશના આપવાને કાર્યક્રમ ચાલુ થઈ ગયું હતું.
પ્રશ્ન થાય કે ઉપર ઔપપાતિક સૂત્રમાં જે વર્ણન કર્યું તે ક્યારનું સમજવું? તે આ વર્ણન કેવલી અવસ્થાનું છે એ નિર્વિવાદ અને નિઃશ ક બાબત છે. પણ ચક્કસ વર્ષ કે અંદાજ કહી શકાય તે કઈ પુરાવા મલ્યો નથી. પરંતુ અનુમાન કરીએ તે પ૦ વરસની આસપાસનું હોવું જોઈએ. આટલી મોટી ઉમ્મરવાળા ભગવાનના વાળ જુવાન માણસના જેવા કાળા ભમ્મર, ભરચક હોઈ શકે છે, એવી આશ્ચર્ય જનક વાત લાગે પણ દૈવિક શક્તિને સ્પર્શ એમાં જ્યારે થાય પછી કઈ વસ્તુ અશક્ય છે? સામાન્ય રીતે દે ભગવાન
૧. વાળ પ્રદક્ષિણાવર્તી રીતે રહે તે સારા ગણાય તેથી વાળ જમણી તરફ સાતડાની જેમ વળાંક લેતા હોય છે. સામુદ્રિક શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો તે શુભ-પ્રશસ્ત ચિહ્ન ગણાય છે.
૨. ભગવાનની પ્રતિમા કઈ અવસ્થાની બતાવવી ? ત્યારે લખ્યું છે કે વૃદ્ધાવસ્થાની નહિ પણ યુવાવસ્થાની બતાવવી જેમ ભગવાન મહાવીરની મૂર્તિ ભગવાન ભલે ઉર વરસના થયા હતા પણ મૂતિ યુવાવસ્થાની જ બતાવવી, જેથી દર્શકોને આહલાદ ઉપજે, ભાવ વૃદ્ધિ જાગે એ આશય મુખ્ય છે એટલે સ્થાપના નિક્ષેપ માટે શાસ્ત્ર-નિયમ વિરુદ્ધ કેટલીક છૂટો આપણે સ્વીકારી છે.