________________
તીર્થંકરદેવની કેશમીમાંસા ].
[ ૬પ પ્રથમ પર્વમાં શ્રી કષભદેવ ભગવાનનું પહેલું ચરિત્ર વર્ણવ્યું છે. તેમાં પર્વ–૧, સર્ગ–૩ ના લેક ૯૮૭માં કેવળજ્ઞાન થયા પછીની ઘટના વર્ણવતાં જણાવે છે કે – ___ नाऽवर्धन्तकचाश्मश्रु नखाश्च त्रिजगत्पतेः ।
કેવળજ્ઞાન થયા પછી ભગવાનના વાળ, નખ વગેરે વૃદ્ધિ પામતા નથી, આ વાત શ્રી હેમચંદ્રાચાર્યજી ખુદ પોતે જણાવે છે. તે વિચારવાનું એ છે કે રિલેકના ટીકાકારના કથનાનુસાર દીક્ષા લીધી ત્યારથી જ વધતા નથી એ વાત શ્રી હેમચંદ્રાચાર્યજીને જે માન્ય હેત તે કેવળજ્ઞાન થયા પછી વાળ વગેરે વધતા નથી એવું કેમ લખવું પડે?
તેત્રના ટીકાકારે ભલે સર્વવિરતિથી અવસ્થિતિની વાત કહી પણ એ વાત તીર્થકરના અતિશય વગેરેના પ્રસંગમાં એ જોવામાં કંઈ આવી નથી. તે પ્રશ્ન થશે કે શું ટીકાકાર આધાર વિના લખે ખરા? ત્યારે ટીકાકારને બીજી રીતે જવાબ મળી જાય તેવી એક બાબત તેમને મળી ગઈ અને તે વાત ટીકામાં લખતા લખે છે કે દીક્ષા વખતે ઈદ્ર મહારાજા ભગવાનના માથા ઉપર વા ફેરવે છે, અને તેથી વાળ વધવામાં કારણભૂત છિદ્રોમાં
१. अथ तवृद्धयभावो देवोपनीत: न घातिकर्मक्षयजः येन तद्वत् केवल्यवस्थायां तद् भुक्तयभावोऽप्यापाद्येत । बालोत्पाटनानंतरं हि इन्द्रो वनं नखकेशेषु भगवतो भ्रामयति। अतस्तद् वृद्धयभाव इति तयुक्तम् , वज्रप्रभावतः तेषां मूलतोऽप्युत्थानाभावप्रसंगात्.... કેશ, ૫