________________
એવી પ્રતિજ્ઞા કરી હતી કે જેનું કહેવું હું ન સમજું તેને હું શિષ્ય થાઉં. એક વખત રાજમંદિરથી ઘેર આવતાં રસ્તામાં એક જૈન ઉપાશ્રય આવતો હતો ત્યાં સાધ્વીજી સ્વાધ્યાય કરતા હતા અને તે સાધ્વી તે વખતે “વિ નિજ ઘન રહી જેવો જો સાચો દુષણિી ની ચચયિ” એ ગાથાને પાઠ કરતાં હતાં. આ ગાથા સાંભળીને હરિભદ્ર તેને અર્થ વિચાર કરવા છતાં નહિ સમજી શકવાથી જ્ઞાનના ગર્વ રહિત થઈ સાધ્વીજી પાસે જઈને કહ્યું કે આ ગાથાને અર્થ સમજાવી મને આપને શિષ્ય બનાવો એમ કહી પોતે કરેલી પ્રતિજ્ઞા જણાવી. સાધ્વીથી દીક્ષા અપાય નહિ એ જૈનાચાર જણાવી સાધ્વીજી હરિભદ્રને શ્રીજિનદત્તાચાર્ય પાસે લઈ ગયા. તેમણે ગાથાને અર્થ સમજાવ્યું તેથી હરિભકે તેમની પાસે દીક્ષા લીધી. અને પ્રોહિત મટીને જૈન સાધુ થયા. હરિભકે સાધ્વીજીને પિતાના ધર્મ જનની તરીકે સ્વીકાર્યા અને તેમની યાદગીરી માટે પિતાને તે સાધ્વીજીના નામ ઉપરથી યાકિની મહતરસૂનું એ પ્રમાણે તેમણે રચેલા ગ્રંથમાં ઓળખાવ્યા છે.
'દીક્ષા લીધા પછી હરિભક મુનિ પિતાની તીવ્ર બુદ્ધિથી છેડા વખત્તમાં જૈન આગમોને અભ્યાસ કરીને વિદ્વાન બન્યા એટલે ગુરૂએ તેમની ગ્યતા જોઈને આચાર્ય બનાવ્યા. તેમણે ૧૪૦૦ અથવા ૧૪૪૦ ગ્રંથની રચના કરેલી કહેવાય છે. પરંતુ હાલમાં તે તેમાં લગભગ ૮૦ ગ્રંથ ઉપલબ્ધ છે. જે ગ્રન્થ દ્રવ્યાનુ
ગાદિ ચારે અનુયોગ ઉપર રચેલા છે. વળી અનેકાન્ત જયપતાકા, પદર્શનસમુચ્ચય વગેરે દર્શન શાસ્ત્રો પણ તેમણે રચ્યા છે. તેમજ
ગબિન્દુ, ગદષ્ટિ સમુચ્ચય, વિશિકા વિગેરે ગિનાં ગ્રન્થ તેમણે રચ્યા છે. કહેવાનો સાર એ છે કે તેઓ દરેક વિષયમાં પ્રખર વિદ્વાન હતા, વળી તેમના વખતમાં ચૈત્યવાસી જૈન સાધુઓમાં પેઠેલા સડા સામે તેમણે ઘણે વિરોધ કર્યો હતો અને તે વિષે સંબધ પ્રકરણ” નામને તેમને ગ્રન્થ સાક્ષી રૂપ છે.