________________
તેથી તે
અને તે
(જેમને ટુંકા પરિચય આગળ આપવામાં આવેલ છે) એ પોંચાશક નામના ગ્રન્થની રચના કરી છે. દરેક વિષય ઉપર લગભગ પચાસ પચાસ ગાથાઓ હાવાથી તે પચાશક નામથી પ્રસિદ્ધ છે. તેમાં તેઓશ્રીએ દેશવિરત શ્રાવક્રાના ઉપકાર માટે શ્રાવક ધર્મ વિધિ નામનું પ્રથમ પચાશક (પચાસ ગાથાવાળું) બનાવ્યું છે. અને તે ગાથાઓ ઉપર પ્રસિદ્ધ ટીકાકાર શ્રીઅભયદેવસૂરીધરે ટીકાની રચના કરી છે. પરંતુ તે ટીકા સ ંસ્કૃતમાં હોવાથી તેને લાભ તે ભાષાના જાણનાર સિવાય ખીજા જીા લઈ શકે નહિ, ઉપયોગી ગ્રન્થને લાભ ખીજા અનેક જીવા પણ લઈ શકે ગ્રન્થ વાંચી (સમજી) તે દ્વારાએ દેશવિરતિ ધર્માંની આરાધના કરીને આત્મહિત સાધી શકે તે હેતુને લક્ષમાં રાખીને, શાસન સમ્રાટ્ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના શિષ્યરત્ન શાન્તમૂર્તિ આચાર્ય મહારાજ શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજીના વિદ્રાન પટ્ટશિષ્ય પ્રાકૃત વિશારદ આચાર્ય મહારાજ શ્રીવિજયકસ્તૂરસૂરીશ્વરજીના શિષ્યરત્ન મુનિરાજ શ્રીયશેાભદ્રવિજયજીના વિદ્વાન શિષ્ય રત્ન મુનિ મહારાજ શ્રીશુભકરવિજયજીએ તે પ્રથમ પચાશકના આધારે શ્રાવકધર્મ વિધાન નામના ગુજરાતી ગ્રન્થતી ઘણાજ વિસ્તારપૂર્ણાંક રચના કરી છે.
આ
આ શ્રાવક ધર્મ વિધાન નામના ગ્રન્થમાં કઈ કઈ બાબતે આપેલી છે તે જણાવતાં પહેલાં મૂલ ગ્રન્થકાર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીનું ટૂંક વર્ષોંન આપવુ ઉચિત હેાવાથી અહીં તે જણાવાય છે:સૂર્ય ગ્રન્થકાર આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજીના પરિચય.
આ મહાપુરૂષને જન્મ મેવાડમાં આવેલ ચિત્રકૂટ ( ચિતોડ ) નગરમાં રાજપુરાહિતને ત્યાં થયા હતા. તેઓશ્રી બાળપણમાંજ વ્યાકરણુ, કાવ્ય, ન્યાય, સાહિત્ય વગેરેને અભ્યાસ કરી ચૌદ વિદ્યાના પારગામી થયા હતા. પરંતુ તેમને જ્ઞાનને અભિમાન હતા. તેથી તેમણે