________________
પ્રસ્તાવના. આ ચાર ગતિ પી અનાદિ સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ ભગવતા છાના દુ:ખને અંત આવે છે કે નહિ ? આ પ્રશ્નના જવાબમાં * શ્રી તીર્થકર દવેએ જણાવ્યું છે કે જેના આ દુઃખનો અંત અવશ્ય
આવે છે, એટલું જ નહિ, પરંતુ અનંત સુખના સ્થાન રૂપ મોક્ષની પ્રાપ્તિ પણ તે જીવો મેળવી શકે છે. પરંતુ તે મેળવવાને માટે યેગ્યતા તથા પ્રયત્નાદિકની જરૂર છે. અથવા તે જે ભવ્ય જીવે છે અને જેમને સંસારમાં ચરમ પુદ્ગલ પરાવત બાકી છે તેવા છે મોક્ષે જઈ શકે છે. વળી તે મોક્ષને માટે ઉપાય તરીકે જ્ઞાન અને ક્રિયાને સંયોગ જણાવ્યું છે. એટલે કે જ્ઞાન અને ક્રિયાવડે મોક્ષ મેળવી શકાય છે. તે મોક્ષની પ્રાપ્તિ માટે જ્ઞાન ક્રિયાયુક્ત બે માર્ગો શ્રી જિનેશ્વર દેવે જણાવ્યા છે. તેમાંના પ્રથમ માર્ગ ઉપર ચાલવાથી જલદીથી મેક્ષ મેળવી શકાય છે, પરંતુ તે માર્ગ સામાન્ય કેટિના જીવોને અઘરે લાગે છે અને તેથી તે ટુંકા માર્ગે જનારાની સંખ્યા પ્રમાણમાં ઓછીજ હોય છે. આ ટુંકા માર્ગ તે પાંચ મહાવ્રતાની આરાધના રૂપે સાધુધર્મ જણાવ્યું છે. આ માર્ગે જવાને સામાન્ય કેટિના છે અશક્ત હેવાથી શ્રીજિનેશ્વર દેએ તેવા જીવોને માટે પણ બીજા પ્રકારને લાંબો છતાં સહેલાઈથી જઈ (આચરી) શકાય તે શ્રાવક ધર્મ અથવા દેશવિરતિ ધર્મ જણાવ્યું છે. તેમાં સ્થલ પ્રાણાતિપાતાદિક પાંચ અણુવ્રત, દિપરિમાણુદિ ત્રણ ગુણત્રતે અને સામાયિકાદિ ચાર શિક્ષાત્રતોની આરાધના કરવાની જણાવી છે. આ બીજા પ્રકારના જીવોને અનુલક્ષીને તેઓને આ ધર્મ સાધવામાં ઉપયોગી થાય તેવું જ્ઞાન મળી શકે તે હેતુ લક્ષમાં રાખીને પૂર્વાચાર્યોએ અનેક ગ્રન્થની રચના કરી છે.
ઉપર જણાવેલ મેક્ષપ્રાપ્તિના હેતુને લક્ષમાં રાખીને ૧૪૪૪ ગ્રન્થના કર્તા પ્રસિદ્ધ આચાર્ય મહારાજ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી