________________
૭૦૦ થી
આ આચાર્યશ્રી કા કાળમાં વિદ્યમાન હતા તેને ચાકસ કાળ જણાયા નથી, તા પણ તેઓ આઠમા સૈકામાં લગભગ છ૭૦ સુધીમાં થયા છે એમ તે ઐતિહાસિક પુરાવા ઉપરથી સાખીત થયું છે. તેમના જીવન ચરિત્રની માહિતી પુરી પાડનાર મુખ્યત્વે ત્રણ ગ્રન્થો છે—શ્રીભદ્રેશ્વરસૂરિષ્કૃત - ૧ થાવલ, તે લગભગ વિક્રમના બારમા સૈકામાં રચાએલ છે. શ્રી પ્રભાચદ્રસૂરિષ્કૃત ૨ પ્રભાવક ચરિત્ર વિસ’૦ ૧૩૩૪માં રચાએલ છે. શ્રી રાજશેખર સૂરિષ્કૃત ૩ પ્રમધકાશ વિ॰ સ૦ ૧૩૦૫માં રચાએલ છે.
આ ત્રણ ગ્રન્થકારોના આધારે તેમનું જીવનચરિત્ર જણાવ્યુ છે. તેમાં પણ તેમના શિષ્યા સબંધમાં પ્રભાવક ચરિત્રકાર અને પ્રબંધ કાશકાર જણાવે છે કે— તેમને હંસ અને પરમહંસ નામના એ શિષ્યા હતા. આ બંને શિષ્યે તેમના ભાણેજ હતા. મામાના ઉપદેશથી તેમણે તેમની પાસે દીક્ષા લીધી. જૈનાગમાતા અભ્યાસ કર્યાં. તે વખતે બૌદ્ધોનું ઘણુ જોર હોવાથી તે શિષ્યોએ બૌદ્ધ શાસ્ત્રોના અભ્યાસ કરવા બૌદ્ધ મઠમાં જવા માટે ગુરૂ પાસે માગણી કરી; પરંતુ તે વખતે ભિન્ન મતવાળા વચ્ચે ઘણા દ્વેષ ભાવ ચાલતા હોવાથી ગુરૂએ તેમને ત્યાં ન જતાં પેાતાની પાસે રહીનેજ અભ્યાસ કરવાનું કહ્યું. પરંતુ તેમણે ગુરૂ પાસેથી પરાણે આના મેળવી અને બૌદ્ધ વિદ્યાપીઠમાં જઇ અભ્યાસ કરવા લાગ્યા. ત્યાં ઘણાં વર્ષો સુધી અભ્યાસ કર્યાં પછી તે જૈનો છે એવી ખબર પડી જવાનું જાણીને તેઓ ત્યાંથી નાશી છુટયા. પણ બૌદ્ધોના કુલપતિના કહેવાથી બૌદ્ધ રાજાએ તેને પકડવાને લશ્કર મેાકલ્યું. તેમાં હંસ મરાયા અને પરમહંસ સુરપાળ નામના રાજાની મદદથી ગુરૂ પાસે પહોંચ્યા અને પેાતાની વીતક વાત કહીને મરણ પામ્યા. બૌદ્ધોથી પેાતાના બને પ્રિય શિષ્યોના નાશ થયા જાણીને તેમજ જૈન ધર્મની હીલા જાણીને તેમણે બૌદ્ધોના કુલપતિને વાદમાં હરાવવા બૌદ્ધ નગર તરફ