________________
૨૬૧
ભાવના હેલ્પલતા
અફલ હાતાં ખેદ પામી છઠ્ઠ તપને સાધતા, પારણે આંખેલ કરીને ભાવ સયમ પાલતા.૩૨૫ અ:—જ્યારે શિવકુંવરે મુનિ ઉપર સ્નેહ ઊત્પન્ન થવાનું કારણુ પૂછ્યું ત્યારે મુનિએ અવધિજ્ઞાનથી પૂર્વ ભવની સર્વ વાત જણાવી. તેથી વૈરાગ્ય ભાવ જાગ્રત થવાથી માતા પિતાની પાસે ચારિત્ર લેવાની આજ્ઞા માગી. પરંતુ માતા પિતાએ આજ્ઞા નહિ આપવાથી શાકાતુર થઈને છઠ્ઠું છઠ્ઠના તપ કરવા માંડયેા. તથા પારણાને વિષે આયંબિલ કરવા લાગ્યા. એ પ્રમાણે ઘેર રહીને ભાવ સંયમ પાળવા લાગ્યા. ૩૨૫ શિવકુંવર દેવભવની પછી જંબૂ કુંવર થાય છે, એમ જણાવે છે.—
બ્રહ્મ સ્વર્ગે શ્રેષ્ટ વઘુન્ગાલી નામે સુર અને, દેવના સુખ ભોગવીને ધરત જ બૂ નામને; રાજગૃહીમાં ઋષભ શેઠ તણા તનય હેાવે ક્રમે, સાંભળી ગુરૂ દેશના વૈરાગ્યભાવે પરિણમે.૩૨૬
અર્થ:—એવી રીતે ભાવ મુનિપણું પાળીને તે શિવકુંવર ( ભવદેવના જીવ) પાંચમા બ્રહ્મદેવલેાકને વિષે વિદ્યુઝ્માલી નામના દેવ થયા. ત્યાં દેવના સુખ લાગવીને આયુષ્ય પૂર્ણ યે ત્યાંથી ચવીને રાજગૃહી નામની નગરીમાં ઋષભદાસ શેઠના જ બુકુમાર નામે પુત્ર થયા. ત્યાં તેમણે સુધર્મા સ્વામીની ધર્મદેશના સાંભળી. તે જ ખૂ કુંવરને વૈરાગ્ય રૂપે પરિણમી, એટલે દેશના સાંભળીને જ ખૂકુંવર ચારિત્ર લેવાની ઇચ્છાવાળા
થયા. ૩૨૬