________________
શ્રી વિજયપધસૂરિકૃત અંતમાં સિંધર્મ સ્વગ હોય સુરસુખ અનુભવી; શિવ કુંવર નામે હોય નૃપને પુત્ર તે ત્યાંથી ચવી.૩૨૩
અર્થ:–તમે ભેગને ત્યાગ કરીને ત્યાગી બન્યા છે માટે વમેલા ભેજનની જેવા આ ભેગની ઈચ્છા રાખે નહિ, એ પ્રમાણે ઉપદેશ આપીને ઘેર આવેલા પતિને નાગિલાએ ચારિત્રમાં સ્થિર કર્યા. પછી શુભ સંયમને સાધીને અંતે સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ત્યાં દેવતાનાં સુખ જોગવીને ત્યાંથી આવીને શિવકુંવર નામના રાજપુત્ર થયા. ૩૨૩
ભવદત્તની અને શિવકુમારની બીના જણાવે છે – ભવદત્ત સ્વર્ગ થકી ચવીને વદત્ત ચકી તણો, સુત હોય દેખી મેઘને વૈરાગ્ય ધરી મનમાં ઘણે; દીક્ષા લીએ ગુરૂ પાસ પામી અવધિને વિચરે મહી, શિવ કુંવર ઝરૂખાની નીચે થઈને જતાં મુનિને લહી.૩૨૪
અર્થ–ભવદત્તને જીવ સ્વર્ગમાંથી અવીને વાદત્ત નામના ચક્રવર્તીનો પુત્ર થયું. ત્યાં વાદળાને દેખાવ જોઈને મનમાં ઘણે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેણે ગુરૂની પાસે દીક્ષા લીધી, અનુક્રમે અવધિજ્ઞાન પામીને પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. તે વખતે ઝરૂખામાં બેઠેલા શિવકુંવરે નીચે થઈને જતા મુનિને જોયા. તેમને જોઈને શિવકુંવરને મુનિની ઉપર નેહ ઊત્પન્ન થયે. ૩ર૪
શિવકુંવર મુનિને સ્નેહનું કારણ પૂછે છેસ્નેહ કારણ પૂછતાં મુનિ સર્વ વાત જણાવતા, માતા પિતાની પાસ સંજમ કાજ આણું માગતા;