________________
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
જખુ કુંવર સંયમ લેવાની ઇચ્છા જણાવે છે:— શીલવ્રત લઇ ઘેર આવી પાસ જનની જનકની, બાલે તમારી આથી પાસે સુધર્માં સ્વામિની; ચારિત્ર લેવા હું ચહું સુત વેણ આવાં સાંભળી, માતા પિતા સમજાવતા ચારિત્ર દુષ્કરતા વળી.૩૨૭
૨૬૨
અર્થ:—ત્યાર પછી ગુરૂ મહારાજની પાસે શીલ પાળવાનુ વ્રત ( શિયલત) લઇને ઘેર આવ્યા, અને માતા પિતાની પાસે જઇને કહેવા લાગ્યા કે તમારી આજ્ઞાથી સુધર્મા સ્વામી પાસે હું ચારિત્ર લેવાની ઇચ્છા રાખું છું. આવા પ્રકારના પુત્રનાં વચન સાંભળીને માતા પિતા પુત્રને સમજાવવા લાગ્યા કે ચારિત્ર પાળવું ઘણું દુષ્કર છે. તારી નાની ઉંમર છે માટે તારાથી ટાઢ તડકે વેઢાશે નહિ. ૩૨૭
માતા પિતાને જમ્મૂ કુંવર સમજાવે છે: શૂરને શું હાય દુષ્કર સંયમે સવ મલ જતા, ઇમ પુત્રના વચન સુણીને જનક જનની ખેલતા; પ્રથમથી નક્કી કરેલી આઠ કન્યા પરણીને, પૂરા મનોરથ કર અમારા કર પછી રૂચતું તને ૩૨૮
અ:—શૂરવીરને દુષ્કર ( દુ:ખે કરાય તેવું) શુ હાય ? શૂરવીરને કાઇ કાર્ય દુષ્કર નથી. ચારિત્રવડે બધા મેલ એટલે પાપ રૂપી મેલ નાશ પામે છે. આવાં પુત્રનાં વચન સાંભળીને માત પિતા કહેવા લાગ્યા કે અમેએ પહેલેથી જે આઠ કન્યાઓની સાથે તારા વિવાહ નક્કી કર્યાં છે, તેમની સાથે