SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ અધ્યાનગરી અને અષ્ટાપદતીર્થ : પ્ર. ૧ લું નદીની પેઠે, ઉત્તરોત્તર વૃદ્ધિને પામતી, વૈતાઢય પર્વતને ભેદીને, દક્ષિણ ભારતમાં વહીને, તે પણ નાની મોટી ચિરાસી હજાર નદીઓને પોતાના પ્રવાહમાં ભેળવીને, જંબુદ્વીપની જગતી (કલે)માં ગરનાળું પાડીને, લવણ સમુદ્રના દક્ષિણ દિશાના કિનારાના પ્રવાહમાં મળી જાય છે. ભરતક્ષેત્રમાં વિતાઠ્ય પર્વતના કારણે બે ટુકડા (ખંડ) બન્યા પછી પૂર્વ–પાશ્ચમ ચાલતી ગંગા અને સિંધુ નદીઓના મોટા અને વિસ્તારવાળા પ્રવાહના કારણે, ઉત્તર અને ણ ભરતક્ષેત્રના છ ટકડા (ખંડો બની ગયા ) થયા છે. આ છ ખંડો પૈકી દક્ષિણાર્ડ ભરત ક્ષેત્રમાં પણ મધ્ય–ખંડમાં જ, પાંચ હજારથી પણ વધારે દેશ હોવા છતાં, ફક્ત સાડીપચ્ચીસ દેશમાં જ ૬૩ શલાકા-પુરૂષે જન્મે છે. તથા જ્ઞાન-દર્શન–ચારિત્રની ઉત્પત્તિ અને વૃદ્ધિ પણ આ સાડીપચ્ચીસ દેશમાં જ થાય છે. ધર્મ અને તીર્થો તથા જીવદયા પણ આટલા દેશમાં જ ફેલાય છે, ટકી રહે છે. ભરતક્ષેત્રના ઉત્તર દક્ષિણ પર૬/૬ પહોળાઈમાંથી ૫૦ એજન વૈતાઢ્ય પર્વતનાં બાદ થવાથી, ૪૭૬/૬ પહોળાઈના બે સરખા ભાગ પડવાથી ૨૩૮ જન અને ૩ કલાને એક એક ઉત્તર-દક્ષિણ ભરતક્ષેત્રને વિસ્તાર આવે છે. અહીં દક્ષિણા ભરતક્ષેત્રના સંપૂર્ણ મધ્યમાં ૧૧૪/૧૪ જન વૈતાઢ્ય પર્વતની દક્ષિણે, અને જંબુદ્વીપની જગતની ઉત્તરે, નવ જન વિસ્તારવાળી, અને પૂર્વ-પશ્ચિમ બાર યોજન લંબાઈવાળી, ભરત ચકવતીની અયોધ્યા નગરી હતી. તેની પૂર્વ દિશામાં મધ્ય ખંડના મધ્યમાં, શત્રુંજય મહાતીર્થથી પૂર્વ દિશામાં એક લાખ પંચાસી હજાર ગાઉના અંતરે અષ્ટાપદ પર્વત આવેલ છે. પ્રશ્ન : જે આટલો બધે અષ્ટાપદ પર્વત દૂર આવેલ હોય, અને વચમાં ગંગા નદીની ખાઈ ભરેલી હોય તો ગૌતમસ્વામી ત્યાં કેવી રીતે જઈ શકે? તે વખતે ભગવાન મહાવીર સ્વામી ક્યાં વિચરતા હતા ? ઉત્તર ઃ ગૌતમસ્વામી પ્રભુજીની આજ્ઞા પામીને, ચંપાપુરીથી અષ્ટાપદ તીર્થ ગયા હતા. પ્રશ્ન : ચંપાપુરીથી અષ્ટાપદ તીર્થ કેટલું દૂર થાય ? ઉત્તરઃ ઉત્સધ આંગુલના માપે લગભગ ૪૦ હજાર યોજન અને ૧ લાખ ૬૦ હજારથી પણ વધારે ગાઉ ચંપાપુરી અને અષ્ટાપદ પર્વતનું આંતરુ જાણવું. પ્રશ્ન ઃ ગૌતમ સ્વામી આટલા દૂર પ્રદેશમાં તદ્દન થોડા વખતમાં કેવી રીતે ગયા અને આવ્યા ? ઉત્તરઃ ચારણલબ્ધિથી ગયા અને આવ્યા જાણવા. એટલે કાળને પ્રશ્ન રહે નહીં. પ્રશ્ન : ૧૫૦૩ તાપસે કેવી રીતે આવ્યા?
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy