SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આ પ્રમાણેની સગરચક્રવર્તીના પુત્રોની યાત્રાગમનની પ્રસિદ્ધ હકીકત, તથા ગંગા નદીની નહેર વડે, અષ્ટાપદની ચારે બાજુની ખાઈને પાણીથી ભરી નાખ્યાની પણ જૈનશાસનની શાસ્ત્રોમાં સંગ્રહાયેલી સત્ય ઘટનાથી ચોક્કસ કરી શકાય છે કે, ભરતરાજા પછી ૫૦ લાખકેટ સાગરેપમ કાળનું અંતર થવાથી, અયોધ્યાનગરીને પિતાનું સ્થાન બદલવું પડયું હોય? અને સગરચકી તથા અજિતનાથ સ્વામીની અયોધ્યા જુદી હોય તે યુક્તિ સંગત લાગે છે. ' ત્યાર પછી ત્રીસ ને દસ, ચાલીસ લાખ મેટિ સાગરોપમે, અભિનંદસ્વામી ભગવાન થયા છે. તેમની નગરી પણ અયોધ્યા જ હતી. અને ત્યાર પછી, નવલાખ કોટિ સાગરોપમે, પાંચમ સુમતિનાથ સ્વામી પણ, અયોધ્યા નગરીના જ રાજવી હતા. અને (એક કોટાકોટ સાગરોપમ જેવડા ચોથા આરાના માત્ર સાત જ સાગરેપમ બાકી હતા ત્યારે) ચૌદમાં જિનેશ્વરદેવ અનંતનાથ સ્વામીની રાજધાની યાને જન્મનગરી પણ અયોધ્યા જ હતી. આ બધાને નિચોડ એ જ છે કે, જેમ શ્રેણિકના મરણ પછી રાજગૃહી ભાંગ્યું અને ચંપાનગરી નવી વસી અને કેણિકના મરણ પછી મગધની રાજધાની ચંપા પણ ભાંગી અને રાજા ઉદાયીએ પાટલીપુત્ર (આજનું પટણું) વસાવ્યું, તેમ કાળાન્તરે અયોધ્યાનું નામ કાયમ રહેવા છતાં, ઠામ બદલે ચક્કસ થતો રહ્યો હોય. આ વાત યુક્તિથી સમજાય તેવી હોવાથી વર્તમાન અધ્યાને, દશરથ રાજાના પૂર્વજોની વસાવેલી અને રામલક્ષમણના વંશપરંપરાની માનવામાં આવે છે, અયોધ્યાની જોડે અષ્ટાપદતીર્થ કેમ નથી ? આ પ્રશ્નનું નિરાકરણ થઈ જાય છે. પ્રશ્ન : અષ્ટાપદતીર્થ માટે ઘણા લોકે હમણાં પણ જિજ્ઞાસુવૃત્તિ ધરાવે છે. ઘણા મહાશય પિતાની સમજણ અનુસાર ઉત્તર આપે છે. લેખો લખે છે. આ બધાની વાતોને ધ્યાનમાં રાખી જૈન આગમાનુસારી ખુલાસો થવા જરૂરી છે એમ નથી લાગતું ? ઉત્તર : ભરતક્ષેત્રની વચ્ચોવચ અને પૂર્વ પશ્ચિમ લવણ સમુદ્ર પાસેની જંબુદ્વીપની જગતી સુધી લંબાઈવાળો વિતાઢયનામા શાશ્વત પર્વત પડેલ છે. વૈતાઢય પર્વતના કારણે ઉત્તર દક્ષિણ બે ભાગ થયા છે. તથા ભરતક્ષેત્રની સીમા સમાન, ભરતક્ષેત્રની ઉત્તરે, ભરતક્ષેત્રના ભરતક્ષેત્રથી, બમણી પહોળાઈવાળ, ચુલ હિમવંત નામે પર્વત આવેલ છે. તેની ઉપર લંબાઈમાં એક હજાર યોજન લંબાઈવાળો પદ્મનામાં પાણીને મેટ દ્રહ બનેલો છે. તેના પૂર્વ છેડામાંથી પાણીને ધોધમાર માટે પ્રવાહ નીકળે છે. તે પૂર્વ તરફ કેટલેક વહીને, ભરતક્ષેત્રમાં પછડાય છે. તેનું નામ ગંગાનદી કહેવાય છે. તે નદી ઉત્તર ભરતક્ષેત્રમાં વહીને, ઉત્તરોત્તર વૃદ્ધિને પામતી, વૈતાઢય પર્વતને ભેદીને, દક્ષિણ ભારતમાં વહીને, નાની મોટી ચોરાસી હજાર નદીઓને પોતાના પ્રવાહમાં ભેળવીને, જંબુદ્વીપની જગતીમાં ગરનાળું પાડીને, લવણ સમુદ્રના દક્ષિણ દિશાના પ્રવાહમાં ભળી જાય છે. ગંગાની પેઠે, પદ્મદ્રહના પશ્ચિમ છેડેથી, પાણીને ધોધમાર બીજો પ્રવાહ નીકળે છે. તે પણ ચુલ્લહિમવંતની ઉપરની સપાટી ઉપર કેટલાક જન વહીને, ભરતક્ષેત્રમાં પછડાય છે. તેનું નામ સિંધુ નદી કહેવાય છે. તે પણ ગંગા નદીની પેઠે ઉત્તર ભારતમાં વહીને, ગંગા
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy