SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન : બુદ્ધિધને જમવા ખૂબ ઈચ્છા હતી. છતાં જમાડ્યા નહીં. તે શું સતી નારીને ઉચિત ગણાય? ઉત્તર : જમાડવાની સેવા થકી પણ, રાત્રિભોજનનું પાપ ઘણું છે. જમવામાં પાપ છે. એટલું જ નહીં, રાત્રિભોજનથી શરીરને પણ, મોટું નુકસાન છે. ભલે દુનિયાનાં હજારેલા માણસો રાતનાં જમતાં હોય, પરંતુ નીતિ અને આરોગ્ય બંને રાત્રિભોજનની ના પાડે છે. જુઓ નીતિ, “દાન, સ્નાન, આયુધ ને ભેજન એ રાત્રે નવ કીજે છે. ” પ્રશ્નઃ મહાસતી નારીઓ. પતિનું વચન પાળે નહીં, ક્ષુધાતુર પતિને, યુક્તિઓ બતાવીને જમાડવા જેટલી સેવા પણ આપી શકે નહીં, પછી તેનું સતીપણું કેમ ઘટી (રહી) શકે? વળી અતિક્ષુધાતુર દશા હોવા છતાં, બુદ્ધિધન જરાપણ ચિત્તમાં દુર્ભાવ ન લાવ્યા, તે તેની મહાનુભાવતા કેટલી? ઉત્તર : જિનમતી સાચી સતી નારી હતી, તથા બુદ્ધિધન શેઠ પણ એક સજજન આત્મા હતો. આ બંને પતિપત્નીનાં ચિત્ત પરસ્પરના આત્માઓમાં, દર્પણની જેમ પ્રતિબિંબિત થયેલાં હતાં. મહાસતી જિનમતી સુશ્રાવિકા હતી. રાત્રિભોજન કરવું-કરાવવું મહાપાપનું કારણ છે, કારણ કે, આકાશમાં ઊડતા અનેક પ્રાણુઓ, અગ્નિમાં, પાણીમાં, અને રંધાતી રઈમાં પડીને, મરણ પામે છે, માટે જ પૂર્વાચાર્યો ફરમાવી ગયા છે કે “નૈનનમોનનં જ મનની વાત અર્થ : જેનેએ રાત્રિભોજન કરવું નહીં. જીવમાત્રની દયા પાળવાના અથી આત્માએ, રાત્રિમાં જમવું વ્યાજબી નથી. જિનમતી આવું સમજેલી હોવાથી, પિતે જિંદગીભર રાત્રિ ભજન ત્યાગેલું હોવા છતાં, “નારીને અવતાર પરાધીન છે,” તેથી પતિને ગમતું સમજાવી, રાત્રિભોજન છોડાવવા તેણીને શક્ય પ્રયાસ ચાલુ હતા. બુદ્ધિધન પણ પત્નીને દુઃખ ન થાય તેવું જ વર્તન રાખતે હતે. નીતિકારોએ પતિપત્નીને, પરસ્પરના વિશ્વાસુ મિત્રે કહેલા છે. કહ્યું છે કે: अत्यागसहनो बन्धुः, सदैवानुमतो सुहृद् । एकक्रियं भवेन्मित्रं, समप्राण सखा मतः ॥ १॥ અર્થ : ખૂબ મોટા અપરાધને પણ ચલાવી લે તે બંધુ કહેવાય છે. જેમાં દુર્યોધનાદિના બધા અપરાધે માફ કરીને, યુધિષ્ઠિરે દુર્યોધનની પટરાણી ભાનુમતીના પિકારથી, મહાભયંકર અટવીમાં, પિતાની ઉદ્ધતાઈથી, વિદ્યાધરરાજાની કેદમાં પુરાએલા, દુર્યોધન દુઃશાસન વગેરેને અર્જુનને મોકલી છોડાવ્યા હતા. અને હમેશાં સર્વકાર્યોમાં અનુમત રહે, હાજ પાડે, ના કહે જ નહીં. તે સહદ કહેવાય છે જેમ શ્રી ચંદ્રકુમારને મિત્ર ગુણચંદ્ર, જેમ બ્રહ્મદત્તકુમાર (પાછળથી ૧૨ મા ચક્રવતી ) મિત્ર વરધનુ, હમેશ અનુસારનારા હતા તથા એક ક્રિયા કરનાર મિત્ર કહેવાય છે. મિત્ર ધર્મિષ્ઠ
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy