________________
1 કપ
આદર્શ દંપતીજીવન અને સંપની કસોટી જૈનધર્મનાં પચ્ચખાણે જ ગમતાં ન હોય, પછી અનુમોદના શા માટે? પરંતુ બુદ્ધિધન જૈનાચાર્યના વ્યાખ્યાનમાં ગયે જ શા માટે? ખેર! ગયે તે આવી પ્રતિજ્ઞા કેમ લેવાય?
માતાપિતા અને પરિવારમાં ટીકાટિપણે ખૂબ થયાં. પણ દીકરો એકનો એક, વળી પાંચમાં પુછાય તે. ડાહ્યો, ગંભીર, ઠરેલે, વિચારક હોવાથી, એને કહેવાની કેઈની હિંમત ચાલી નહીં. પરંતુ બુદ્ધિધનનું જૈન ધર્મસ્થાનમાં ગમનાગમન, અને વધુ પડતા જૈન ધર્મમાં પ્રવેશ તેવાઓને ગમતો ન હતો.
એકવાર બુદ્ધિધન. સરખા મિત્ર સાથે ફરવા ગયેલે. મેડી રાતે ઘેર આવ્યા, ઘણી સુધા લાગેલી હોવાથી, બારેબાર પત્નીના ઓરડામાં આવ્યું. મહાસતી જિનમતી. પિતાના સ્વામીની રાહ જોતી, જમીન ઉપર બેસીને, દીવાના પ્રકાશે ધર્મનાં પુસ્તક વાંચતી હતી. પતિને પ્રવેશ થયો. અને જિનમતીએ ઊભી થઈને સન્માન આપ્યું.
બુદ્ધિધને કહ્યું, વહાલી ! મને સુધા લાગી છે. હમણાં જ રસોઈ બનાવી મને જમાડ. - જિનમતી–સ્વામીનાથ ? આપ ખૂબ થાકીને આવ્યા છે. સુધા ઘણી લાગી હશે! અને રસોઈ થતાં વાર લાગશે. માટે આપને અનુકૂળ લાગે તે, આપણા ઘરમાં તાજાં બનાવેલાં પકવાના ડબ્બા ભરેલા છે, સ્વાદિષ્ટ છે, ઘણું પ્રકારના મેવા તૈયાર છે. ફળ પણ રસાળ, સ્વાદુ, અનેક જાતનાં હાજર છે. પછી આપની જેવી ઈચ્છા. બુદ્ધિઘન ખૂબ આનંદથી હસતાં હસતાં કહે છેઃ તારી યુક્તિ હું સમજી ગયો છું. તું શ્રાવિકા છે. રાત્રિભેજન તું કરતી નથી. માટે મને રાત્રિભેજન છેડાવવા યુક્તિથી બોલે છે. - બરાબર છે. રાત ઘણું ગઈ છે. થેડી નિદ્રા લેશું. થાક પરિશ્રમ ઊતરી જશે. રાત્રિભજનના પાપથી અને રઈના આરંભથી, બચી જવાશે. તારી બુદ્ધિને ધન્યવાદ છે. મહાપુણ્યને ઉદય હોય, તેને જ આવી પત્ની મળે છે. કહ્યું છે કે कार्ये दासी रतौ रंभा, भोजने जननी समा,। विपत्तौ बुद्धिदात्रीच, सा भार्या भुवि दुर्लभा ॥
અર્થ : સ્વામી પાસે દાસીની પેઠે કાર્ય બજાવે, સ્વામીના કાર્યમાં આલસ્ય કરે નહીં, તથા રંભા-ઉર્વશી-મેનકા જેવી ખૂબસૂરત હોય. જમાડવામાં. જનની–માતા જેમ પોતાના બાળકને વાત્સલ્યથી જમાડે છે, તેમ સતી. પિતાના પતિની પાસે બેસી, પસંદ પડે તેવું
ડું થોડું પીરસે છે. અને ભૂલ થાય ત્યાં, અનુપમા દેવીની પેઠે, કાર્યને નિકાલ આવે તેવી, પિતાના સ્વામીને પસંદ પડે તેવી વિનયથી ભરપૂર શિખામણુ–સમજણ પણ આપે છે.
પ્રશ્નઃ જિનમતીએ માયા કરી, બુદ્ધિધનને ભૂખ્યા રાખ્યાનું વર્તન, ઠગાઈ ન કહેવાય?
ઉત્તર : જિનમતીએ માયા કરી નથી પરંતુ વિવેક કર્યો છે. જેમનાં મન પરસ્પર મળેલાં હોય, તેવી સતી નારીએ. પતિને ઠગે એવું પ્રાણાન્ત પણ કેમ બને?