SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૭ અજાહર પાર્શ્વનાથસ્વામીની પ્રતિમાને ઇતિહાસ સ્નાત્રજળથી રાજાના રોગ શમી જશે. રાજા તદ્દન નિરોગી થશે. તમે અને રાજા બને જણ ભય અને રોગ મુકત થશે.” આ પ્રમાણે કહીને પદ્માવતી અદશ્ય થઈ ગયાં. અને રત્નસાર સુશ્રાવકે પોતાના ખલાસીઓને દરીયામાં ઉતાર્યા. અતિઅલ્પમહેનતે, પ્રતિમાની પેટી મળી ગઈ લઈને ઉપર આવ્યા. શેઠજી પણ સુગન્યપૂર્ણ પેટીને જોઈને, પોતાના ભાગ્યને ધન્ય માનતા, અને દેવીનો ઉપકાર માનતા, કિનારે આવ્યા. કિનારા ઊપર તંબુ નાખ્યા. તથા એકદમ જરીના તંબુમાં, ખોલેલી પેટીમાં, પ્રભુજીને બિરાજમાન કર્યા, અને પોતાના માણસો મેકલી અજયરાજાને ખબર આપ્યા. રાજાને સમાચાર મળ્યા. વધામણી લાવનારને ખૂબ ઈનામ આપ્યાં. દીપપત્તન શહેરમાં ખબર પડી ગઈ. હજારે ભાવુક દર્શન કરવા આવ્યા. શેઠજીએ દેવીના આગમનની તથા પોતાના ઉપદ્રવનિવારણની, દેવવચને પ્રતિમા કઢાવવાની, અને સ્નાત્રજળના લાભની વાત કહીને, પ્રભુજીથી ભૂષિત કલ્પવૃક્ષનાકાષ્ટની પેટી રાજા અનરણ્યને ભેટ ધરી (અજયપાળને) ખૂબ આનંદ અનુભવ્યા. શેઠશ્રી રત્નસારના વર્ણને સાંભળી, રાજા પણ ખૂબ જ ખુશી થયા, અને મોટા આડંબરથી, વાજીંત્રના નાદથી, દિશાઓને બહેરી બનાવતા, અજયપાળરાજા પ્રભુજીને પિતાના મુકામ પર લાવ્યા. હજારે માણસની હાજરીમાં પ્રભુજીને સ્નાનાભિષેક કરાવ્યો. અને દેવી પદ્માવતીના સંદેશા અનુસાર, તત્કાળ સ્નાત્રજળ પિતાના મસ્તકે ચડાવ્યું. - તે પહેલા દિવસથી રેગોનું ઘટવું શરૂ થયું. કેટરોગ નાશ પામ્યા. અને છ માસમાં સર્વ–૧૦૮ રેગો નામશેષ થયા. શરીર કંચન જેવું થયું. ખૂબ સ્કૂરતિ આવી, અને શ્રી વીતરાગ શાસન પ્રત્યેની શ્રદ્ધા ખૂબ જ મજબૂત થઈ ગઈ! રાજાને સ્થાન પણ ઘણું જ રળીયામણું લાગવાથી, દીવ૫ત્તનની નજીકમાંજ, પિતાના નામથી, અજયનગર વસાવ્યું. પછી ત્યાં ઘણું ભવ્ય જિનાલય બનાવી, પ્રભુશ્રી પાર્શ્વનાથસ્વામીની પ્રતિષ્ઠા કરાવી, અને તીર્થની, રક્ષા, સાચવણ, વ્યવસ્થામાટે દશગામ ભેટ આપ્યાં. કલ્પના હતી જ નહીં કે મારા રેગો નાશ પામશે? નહીં ધારેલું થવાથી, રાજાને પ્રભુપૂજાથી બીજી પણ ધર્મક્રિયાઓમાં રસ વધ્યો. તેને પુત્ર અનંતરથ થયે. અને તેને પુત્ર દશરથરાજા થયો. અનરણ્ય રાજાએ, પુત્ર અનંતરથને રાજ્ય આપી, પોતે દીક્ષા લીધી. નિરતિચાર આરાધી રાજા અજયપાળ મેક્ષ ગયા. હાલમાં તેજ અજયનગર અજારા તરીકે પ્રસિદ્ધ છે. ઉના શહેરની નજીક એકદઢ માઈલમાં વસેલું છે. હાલ ત્યાં જેનેનું એકપણુઘર વિદ્યમાન નથી, સુન્દરધર્મશાળા છે આ પ્રતિમાજીના ભરાવનાર મહાપુરુષનું નામ ક્યાંઈ વાંચવા મળ્યું નથી. પણ પ્રબંધકારનો ૭૩
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy