SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાંગીને અપ્રમાણ માનવાથી, બઘાં આગમ અપ્રમાણિક બને છે. ૫૪૭ ભગવાન ઉચ્ચરાવે છે. પરંતુ મહાબુદ્ધિશાળી પણ, છદ્મસ્થ ગૌતમાદિગણધર ભગવંતો, તેમાંથી પણ અનંતમે ભાગે જ ધારી શકે છે. તેઓ જેટલું ધારી શક્યા છે, તેને પણ અનંતમે ભાગે દ્વાદશાંગીમાં ગોઠવે છે. આવી એક ગણધરની દ્વાદશાંગી પણ, અનંતા કેવલી ભગવંત થાય, ત્યારે જ સંપૂર્ણ અર્થ કહેવાઈ શકે છે. પ્રશ્ન : કેવલી ભગવાન જેટલું જાણે છે, તેટલું વર્ણન કેમ ન કરી શકે? ઉત્તર : કેવલી ભગવાન એક સમયમાં ત્રણે કાળને જાણે છે. કલેક સર્વને જાણે છે. જીવ અજીવના સર્વ-દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે. પરંતુ આયુષ પરિમીત હોવાથી, વર્ણન માટેનો સમય પહોંચતો ન હોવાથી, કહી શકાય નહીં. વાચકો સમજી શકે છે કે, સૂત્રને અર્થ અનંતો હોવાથી, સૂત્રો ઉપર પાછળના અતિશય જ્ઞાની, ભદ્રબાહસ્વામી, અને પાછળથી ચૂર્ણાકાર, ભાગ્યકારો અને ટીકાકારોએ જે લખ્યું છે તે તે બધું સૂત્રની સ્પષ્ટતા માટે, ખૂબ જાગતા રહીને, ઉસૂત્ર ન લખાઈ જવાની કાળજી રાખીને, મળ્યા તેટલા આધારો સામે રાખીને જ, લખ્યું છે. અને ભાવના ભીરુ અને તત્વના અર્થી આત્માઓને, તે બધું તદ્દન સાચું લાગે છે. પ્રશ્ન : પૂર્વધરો પછીના કાળના વિદ્વાને પણ છવાસ્થ તો ખરા જ ને? તેઓ ન ભૂલે એ કેમ માની લેવાય? - ઉત્તર નિયુક્તિકાર તો ચૌદ પૂર્વી હતા. અને ભાષ્યકાર, ચૂર્ણકારે, ટીકાકારે, લાખો ગાથાઓ કંઠસ્થ રાખનારા, અતિ વિદ્વાનો હોવા ઉપરાંત, સાધનોની અપેક્ષાવાળા હતા, ભવના ભીરુ પણ હતા. તેમને સો ટકા લાગ્યું તેટલું જ લખ્યું છે અથવા ન લાગ્યું ત્યાં તત્ત્વ કેવલિગમ્ય લખ્યું છે. આ સર્વ દલીલોથી વાંચનાર મહાશય જરૂર સમજી શકે છે કે આગમો ઉપરનાં નિર્યુક્તિ, ભાષ્ય, ચણઓ અને ટીકાએ પણ સૂત્રના જેટલાં જ પ્રમાણિક છે. અને આ નિયુક્તિઓ વગેરે સાધનની સહાયથી જ સૂત્રના મર્મો કાંઈક અંશથી સમજી શકાય છે અને જેઓ પંચાંગીને માનતા નથી તેઓ વાસ્તવિક તે સૂત્રના જ ઉત્થાપક છે એમ સમજાય છે, તથા પચીસો વર્ષથી અત્યાર સુધીના આચાર્યોના, નિર્યુક્તિઓ વગેરે ગ્રન્થો જેમને માન્ય ન હોય, તેમને પોતાની પરંપરાના પૂર્વજોનાં વાક્યો પણ માન્ય કેમ ગણાય? અને ઉપરની બધી દલીલો વાંચનાર મહાશય એ પણ જાણી શકયા હશે કે શ્રીજૈનશાસનના મહામુનિરાજે ત્યાગી, તપસ્વી અને જ્ઞાની હોય તેઓ જ સાચી આરાધના પામી શકે છે, અને ત્યાગ, તપ, જ્ઞાન અને શ્રદ્ધાના સમુદ્ર મહામુનિરાજે જ સુપાત્ર તરીકે સ્વપરનું કલ્યાણ કરનારા થાય છે. હવે આપણે ચાલતી ક્ષેમકર, સત્યશ્રી અને ચંડસેનની કથા જણાવાય છે. ક્ષેમંકરના ઘેર બે-મહામુનિરાજે વહોરવા પધાર્યા. તેઓ જ્ઞાની અને તપસ્વી પણ હતા. અષ્ટપ્રવચન
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy