________________
૫૪૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ માતામય ચારિત્ર પાળનારા હતા. તેમને પધારેલા જેઈ, ત્રણે જણ ખૂબ ખુશી થયાં, સામા ગયા. અતિ આદરથી ઘરમાં પધરાવી, વિવેક, વિનય, આદર અને સન્માનપૂર્વક, નિર્દોષ આહારપાણી વહોરાવ્યાં. ઉપરથી મુનિભગવંતેની ખૂબ જ સ્તુતિ કરી, થડા ડગલાં પાછળ પાછળ મૂકવા-વહેળાવવા ગયા. મહામુનિરાજેએ દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. અને ત્રણે મહાશયેએ આદરપૂર્વક સાંભળ્યું.
ક્ષેમંકર દંપતીએ અને ચંડસેને પિતાને આજનો દિવસ, અથવા આખો જન્મ સફળ થયા જેટલો આનંદ અનુભવ્યું. વારંવાર સુપાત્ર દાનની અનમેદના કરતા કરતા, તે જ દિવસે રાતના વિજળી પડવાથી, મરણ પામીને ક્ષેમંકર, સત્યશ્રી, અને ચંડસેન; ત્રણે જણ સૌધર્મ સ્વગ માં દેવ થયા. અને પરસ્પર સ્નેહમય દેવના સુખ ભેગવીને, દેવભવથી ઍવીને, ક્ષેમંકર તે તમે અમરદત્ત રાજા, સત્યશ્રી તે રત્નમંજરી રાણી, અને ચંડસેનજીવ મિત્રાનંદ થયા જાણવા.
પૂર્વ જન્મમાં જેણે જેવું કર્મ બાંધ્યું હતું, તેને તેવું ઉદયમાં આવ્યું છે. ગુરુમુખથી પિતાના પૂર્વભવોનું વર્ણન સાંભળતાં સાંભળતાં, સભામાં જ રાજા-રાણીને જાતિસ્મરણ જ્ઞાન થયું. જેવું ગુરુ મહારાજાએ કહ્યું, તે મુજબ તેમણે સાક્ષાત અનુભવ્યું અને ગુરુમહારાજ પાસે, સમ્યકત્વ મૂલ બાર વ્રતો સ્વીકાર કરીને, શ્રાવક એગ્ય ધર્મની બધી શકય આરાધના કરવા લાગ્યા.
પૂર્ણ સમયે રાણી રત્નમંજરીને પુત્ર થયે. ગુરુ વચનાનુસાર કમલગુપ્ત નામ રખાયું, દેવકુમારની માફક ખૂબ લાડકેડમાં, બાલ્યકાળ અનુભવતા, પિતામાતાની યેજના અને પિતાના ક્ષયોપશમ અનુસાર, અનેક વિદ્યાઓ અને કળાને, પારગામી થયો.
છેવટે અમરદત્ત રાજવીએ પુત્ર કમલગુપ્તને રાજ્ય આપી, પત્ની રત્નમંજરી સાથે, ધર્મ શેષ નામના સૂરિભગવંત પાસે, દીક્ષા લીધી; ગ્રહણ આસેવન શિક્ષા પામી, નિરતિચાર, સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર–તપની આરાધના કરી, અમરદત્ત, રત્નમંજરી, આઠે કર્મોને ક્ષય કરી, કેવળજ્ઞાન પામી મોક્ષ પધાર્યા.
ઈતિ અમરદત્ત-મિત્રાનંદ કથા સંપૂર્ણ
અમરદત્તની કથાના વાચકે જરૂર સમજી શકયા હશે કે, જેમ અમરદત્તને પથ્થરની મૂર્તિ દેખવા માત્રથી, ગયા જન્મના સંસ્કારે જાગવાથી, મૂર્તિમાં તન્મય બની ગયે. અને મૂર્તિના જેવા સાક્ષાત આકારવાળી, રાજપુત્રીને દેખીને મૂર્તિને ત્યાગ કરીને, સાચી વસ્તુ મેળવી, સુખભાગી થયે. જેમ વિકારી પદાર્થો જેવાથી વિકારો પ્રકટ થાય છે, તે જ વખતે વિકાસના નાશક પદાર્થો મળી જવાથી, વિકારે બુઝાઈ પણ જાય છે.
જેમ માળવાના રાજા ચંડપ્રદ્યોતે, સતી મૃગાવતીનું રૂપ સાંભળી, તેને લેવા માટે કૌશાંબી ગયા. લાખ દ્રવ્યને વ્યય થયે. મહિનાઓ સુધી સૈનિકો પાસે કામ કરાવ્યું.