________________
૫૪૯
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ જ બતાવી છે. આ ત્રણ પદોના અવલંબનને પામીને, ગણધર દેવોએ દ્વાદશાંગીની રચના કરી છે. અને જેમ જેમ વખત જતો ગયે, બુદ્ધિની ઓછાશ થતી ગઈ તેમ તેમ ભદ્રબાહુ સ્વામી વગેરે મહાપ્રભાવક, અને જ્ઞાનના સમુદ્ર મહાઉપકારી પુરુષેએ નિયુક્તિ, ચૂર્ણ, ભાષ્ય, ટીકાઓની રચના કરી છે. એટલે સંપૂર્ણ પંચાંગી શ્રીતીર્થકર દેવોનાં જ વચનો છે, એમ સમજીને માનવી જોઈએ. તે જ મહા અર્થથી ભરેલાં આગ સમજી શકાય છે.
પ્રશ્ન : આગમાં હતાં, પછીથી નિર્યુક્તિઓ વગેરે કેમ થયું?
ઉત્તર : જ્યાં સુધી પૂર્વધની પરંપરા ચાલી ત્યાં સુધી, અને ખૂબ ક્ષેપશમવાળા બુદ્ધિવાન પુરુષે થતા ગયા ત્યાં સુધી, અતિ ગૂઢાર્થ આગમોના અર્થ સમજી શકાતા હતા. પરંતુ આગમના અર્થો અતિ કઠણ જણાવા લાગ્યા ત્યારે, તે તે કાળના સર્વશ્રેષ્ઠ વિદ્વાનોએ, નિર્યુક્તિઓ વગેરે આગમના જ અર્થને, વધારે સ્પષ્ટ કરનારી વ્યાખ્યાઓ લખી, અને તેના નિર્યુક્તિ વગેરે નામો અપાયાં છે.
પ્રશ્ન : પંચાંગી એટલે શું ?
ઉત્તર : હાલ વિદ્યમાન-પીસ્તાલીશ આગમો મૂલ સૂત્ર કહેવાયાં છે. તેમાં અગિયાર અંગ છે, બાર ઉપાંગ છે, છ દસૂત્ર છે, ચાર ઉત્તરાધ્યયનાદિ મૂલ સૂત્ર છે. દશ પન્ના છે. એક નંદીસુત્ર, બીજું અનુયેગ દ્વાર સૂત્ર. કુલ ૪૫ આગમો જાણવાં. ૧૧-૧૨-૬-૪-૧૦-૨.
પ્રશ્ન : પીસ્તાલીસ આગમથી, શ્રીજિનેશ્વરદેવોને માર્ગ સમજી શકાતે હોય તે, બીજા આચાર્યોએ, પાછળથી ઘણી વસ્તુઓના ઉમેરા કરવાની શી જરૂર ?
- ઉત્તર : આગમનાં, વ્યાકરણનાં કે ન્યાયનાં સૂત્ર હોય, પરંતુ ખૂબ જ ટૂંકાણમાં હોય છે, સંકેતવાક્ય જેવાં હોય છે, તેને સમજવા વિસ્તારથી, અતિવિસ્તારથી અર્થ બતાવવો જોઈએ; જેમકે દ્વાદશાંગીને સંપૂર્ણ અર્થ કરવો હોય તે, અનંતા અર્થો થાય છે.
જુઓ પંડિત પ્રવર વીરવિજ્ય મ.
ઋષભજિનેશ્વર કેવલપામી, રાયણ સિંહાસન કાયાજી, અનભિલાખ અભિલાપ્ય અનંતા, ભાગ અનંતે ઉશ્ચરાયાજી તાસ અનંતમે ભાગે ધારી, ભાગ અનંતમે સૂત્રજી, ગણધર-રચિયાં આગમ પૂજી, કરીએ જન્મ પવિત્રજી.
અર્થ : શ્રીજિનેશ્વરદેવ કેવલજ્ઞાન વડે, અનંતાનંત પદાર્થોને જાણે છે. તેમાં અનંતાનંત પદાર્થો તે વચન વડે વર્ણન થઈ શકે જ નહીં તેવા હોય છે. તેના અનંતમા ભાગના વચન વડે વર્ણન કરી શકાય તેવા પદાર્થોને, ત્રિપદીના સંકેત વડે,