SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ mennene શ્રદ્ધા, સમજણ, આચરણ અને સહનશીલતા વગર આત્માને વિકાસ થાય નહીં ૫૪પ અર્થ : જેમ ગધેડાના શરીર ઉપર નાંખેલી ચંદનના કાષ્ટની ગુણ, તે બિચારા ગધેડાને જરા પણ સુગંધનું કારણ બનતી નથી, પરંતુ કેવળ શરીરને બોજારૂપ જ થાય છે. ભાર ઉપાડીને ગધેડે હેરાન થાય છે, દુઃખી થાય છે અને સુગંધ બીજાઓ મેળવે છે. તેમ જ્ઞાન ભણેલે મનુષ્ય, જ્ઞાનસ્ય ફલવિરતિ-વિરતિ ન પામે તે ચાલુ જન્મના માનસન્માન સત્કાર મેળવીને કુગતિઓમાં ભટકવા ચાલ્યો જાય છે. પરંતુ સુગતિ પામતો નથી. કેઈ કવિ પંડિત-વૈદ્ય-મશાલચી, બાત કરે બડાઈ ! એરનÉ ઉજારા કરે, આપ અંધારે માંઈ.” સ્વયં શુદ્ધ નવ આચરે, દે બીજાને જ્ઞાન તેવા સઘળા માનવી, પંડિત નહીં હવાન.” “એકૃણાશત પંચને, નિઝામણા દાતાર ગુરુ થયા પાતાલમાં, પ્રમાદે અગ્નિકુમાર, ” શ્રી વીતરાગ દેવોના શાસનના સાચા મુનિરાજે માટે નીચેની ગાથા વિચારવા યોગ્ય છે. नाणेण जाणइ भावे, दंसणेणैव सइहे । चरितेण नगिण्हाइ तवेण परिसुज्झइ ॥ ઈતિ ઉત્તરાધ્યયન અર્થ : જાગતે આત્મા જ્ઞાન વડે પદાર્થોને જાણે છે. જાણેલ પદાર્થોને, સમ્યગદષ્ટિજીવ સાચા માને છે. ચારિત્ર વડે - જીવ સાચા માને છે. ચારિત્ર વડે નવાં કર્મને આવતાં અટકાવે છે. અને તપ વડે ઘણાં કાળનાં પણ બાંધેલાં કર્મોને નાશ કરીને, આત્મા શુદ્ધ થાય છે. પ્રશ્ન : જ્ઞાનવડે જાણેલા પદાર્થોને, સાચા ન માનવાનું કારણ શું? જ્ઞાન કેને કહેવાય? ઉત્તર : શ્રીવીતરાગદેવોના વચનને જ જ્ઞાન કહેવાય છે. પરંતુ શ્રદ્ધા વગરના જીવો, શ્રીવીતરાગદેવોના વચનને પણ સાચાં માનતા નથી. પ્રશ્ન : શ્રીવીતરાગદેવોનાં આગમને, સાચા માનનારા, પાછળના આચાર્યોને વિચને સાચાં ન માને તે પણ, શ્રદ્ધા વગરના કે મિથ્યાદષ્ટિ કહેવાય ખરા? ઉત્તર : આગમ પણ તીર્થકર દેવનાં બનાવેલાં નથી. પરંતુ ગણધરેદેવનાં જ બનાવેલાં છે. શ્રીજિનેશ્વરદેવોએ તે ફક્ત “વા વા શુરૂ વાઆ ત્રિપદી
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy