SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તથા વળી– जहा दवग्गी पउरेन्धनेवने, समारुओ, नोवसमंउवेइ । एवेंदिअग्गीवि पगामभोइणो, नबम्मयारिस्स हिताय कप्पइ ॥ અર્થ : જેમ ઘણું કાષ્ટવાળા વનમાં, સળગેલા અગ્નિ પવનની સહાય મળે તે સમગ્ર વનને નાશ કરે છે, તેમ પાંચ ઇન્દ્રિયરૂપ અનિઓને, છ વિગઈએરૂપ ઘણા પવનેને સાથ મળે તો, બ્રહ્મચર્ય ગુણરૂપ ખીલેલા વૃક્ષનું, સમગ્ર વન બાળીને ભસ્મ કરે અથવા તો બળીને ભસ્મ થઈ જાય તેમાં નવાઈ નથી. પ્રશ્ન : જૈનમુનિરાજે જ્ઞાન ભણે, અન્યને ભણાવે, વ્યાખ્યાને દ્વારા, સેંકડે હજારોને ધર્મ અને નીતિને માર્ગ બતાવે, પછી તપ ન કરે તે પણ તેઓ સદા ઉપવાસી જ છે. આવું કહેવાય છે તે બરાબર નથી? ઉત્તર : ભગવાનના શાસનમાં એકએક વસ્તુ સાપેક્ષ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આ ચાર વસ્તુ ભેગી મળે તો જ, આરાધનાની સંપૂર્ણતા થાય છે. તપ વડે જ ચારિત્ર શોભે છે અને ખીલે છે, સચવાઈ જળવાઈ રહે છે. ચારિત્ર હોય તે જ જ્ઞાનની સફળતા ગણાય છે, અને દર્શન પણ જ્ઞાનથી ઉજવળ બને છે, નિર્મળ બને છે, સ્થિર થાય છે. દર્શન અને જ્ઞાનમાં પણ સમ્યગદર્શને આવ્યા પછી જ પૂર્વોનું ભણતર પણ અજ્ઞાન મટીને જ્ઞાન બને છે. ઉપાધ્યાયજી મ. ફરમાવે છે કે – “સમક્તિ વિણ નવ પરવી, અજ્ઞાની કહેવાય છે સમક્તિી અડપવયણ ઘણી, પણ જ્ઞાની કહેવાય. ” તથા સમ્યગ્દર્શન જ્ઞાન પામેલા પણ ચારિત્ર નહિ પામેલા શ્રેણિક મહારાજા જેવાઓ, નરકગતિમાં પણ ગયા છે. અને ચારિત્રના અર્થીને તપ વિના ક્ષણ વાર પણ ચાલે નહીં. માટે જ મહાપુરુષે કહે છે કે– जहाखरो चन्दनभार वाही, भारस्स भागी नहु चनदनस्स । एव खुनाणी चरणेण हीनो नाणस्स भागी नहु सुगइए ॥१।।
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy