________________
જૈનશાસનના પ્રભાવક પુરૂષને ઉપકાર
૫૨૭
આવા આત્માએ પહેલા ભવે શ ખરાજા કલાવતી રાણી, છેલ્લા ભવે પૃથ્વીચંદ્ર ગુણસાગર અગ્યાર ભવ મનુષ્યના, પ્રત્યેક ભવામાં ખૂબ શાસન પ્રભાવના, દેશ ભવ દેવના, જ પ્રમાણે શ્રીપાલ રાજા મયણાસુંદરી, શ્રીચંદ્ર રાજા, મહાપદ્મ ચક્રવતી, જયાનંદ રાજા, વાયુધ ચક્રવર્તી, મેઘરથ મહારાજા, ( શાન્તિનાથ સ્વામીના આઠમે દશમે ભવ) મેઘનાદ રાજા મદનમંજરી રાણી, રામ-લક્ષ્મણ, કૃષ્ણ-ખલભદ્ર, પાંચ પાંડવા, સંપ્રતિરાજા, કુમારપાળરાજા, વસ્તુપાળ તેજપાળ વગેરે.
જૈનશાસનમાં આ અને આવા સંખ્યાતીત મહાપુરુષા થયા છે. જેમણે રાજ્ય કે લક્ષ્મીને પામીને, જગતના પ્રાણીવને સુખ આપ્યુ છે. જૈનશાસનની પ્રભાવના પ્રસિદ્ધિ ફેલાવા કરીને, અમારી પડા વગડાવીને, દુઃખીયાઓને દુઃખમુક્ત બનાવીને, જિનાલયેા, જિન પ્રતિમાએ, જ્ઞાનમંદિરા, પૌષધશાલાએ, દાનશાલા કરાવીને, એક છત્ર જૈનશાસન બનાવી, પેાતે આરાધના કરી, હજારો લાખાને આરાધક બનાવતા ગયા છે.
અહિં જૈનાચાર્યો પણ કેટલાય મહાપ્રભાવક થયા છે, કે જેમણે સ્વયં છ વિગયાદિ સ્વાદાના ત્યાગ કરીને, છઠ અડમાદ્રિ મેાટા તપ કરીને, સર્વ શાસ્ત્રોના પારગામી થઈ ને, અનેક દેવેને પણ સ્વાધીન અનાવીને, શ્રી જૈનશાસનના વિજયંકા વગડાવીને, પાપી મનુષ્યાને પણ અહિંસક અને ધર્મારાધક બનાવીને, નરકાદ્વિ ગતિમાં જવાય તેવા પાપાચરણા કરનારાઓને પણ, ધર્માંના રસિયા બનાવીને, સ્વ`ગામી અને મેાક્ષગામી બનાવ્યા છે.
અહિં કેસીગણુધર, ભદ્રબાહુ સ્વામી, આય હસ્તિસૂરિ, વયરસ્વામી, વજ્રસેનસૂરિ, માનતુંગસૂરિ, પાદલિપ્તસૂરિ, આ ખપુટસૂરિ, સિદ્ધસેન દિવાકરસૂરિ, હરિભદ્રસૂરિ, મલ્લવાદિસૂરિ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ, વાદિદેવસૂરિ, જગચ્ચદ્રસૂરિ, ધ ધેાષસૂરિ આનંદવિમલસૂરિ, વિજયહીરસૂરિ વગેરે. આવા પણ શ્રી જૈનશાસનમાં ચાવીસ તીર્થંકરાના તીમાં અસ`ખ્યાતા મહાપ્રભાવક જન્મે છે.
આવા સૂરિપુ’ગવા, વાચકપ્રવરી, મહામુનિરાજો, સુશ્રાવક દશાને પામેલા રાજામહારાજાએ અને અમાત્યા, અને શ્રીમતા અનેક પ્રકારે શ્રી જૈનશાસનની પ્રભાવનાએ કરે છે. અહિં વ્યાખ્યાનશક્તિ, વાદશક્તિ, નિમિત્તશક્તિ, તપશક્તિ, મંત્રશક્તિ, વિદ્યાશક્તિ, દાનશક્તિ. આવી અનેક શક્તિઓ, કેવળ જૈનશાસનની પ્રભાવનાઓમાં જ ખર્ચાતી હાવાથી તેવા મહાપુરુષો, મહામુનિરાજો અને સુશ્રાવક, શ્રીજૈનશાસનના પ્રભાવક મનાયા હૈાવાથી, ત્રીજા સ્થાનના મહાપુરુષ। જાણવા.
હવે આપણી ચાલુ અમરદત્ત-મિત્રાનંદની કથાના અપૂર્ણ ભાગ ચાલુ થાય છે. મિત્રાન’૬, અમરદત્ત પાસેથી, અનુકુલ સહાયક અને રગવા સાથે, વસતપુર નગર તરફ પ્રયાણ કરી ગયાને ઘણા વખત થવા છતાં, તેતરફથી કશા સમાચાર આવ્યા જ નહિ. ત્યારે, રાજા અમરદત્તે બીજા માણસા પણ મિત્રાનંદ્યની તપાસ માટે મેકલ્યા. મેકલેલા માણસા પાછા આવ્યા, પરંતુ મિત્રાનંદ કે તેમની સાથેના પ્રધાનવના સમાચાર,ભાળ, કાંઈ લાવી શકયા નહિ.