________________
અવ્યાહીતને સમજવા હરિભદ્ર ભટ્ટની કથા
૪૮૯ પિત્તળનું કડું પણ સેનાનું માનીને જ સાચવ્યું. આ જ પ્રમાણે જગતના ધર્મો પણ કુદેવ-કુગુરુ-કુધર્મ–ને, સાચા અને સેના જેવા જ લોકોએ માની લીધા છે. આ સ્થાને ગમે તેટલી દલલે-યુક્તિઓ સાંભળવા મળે તે પણ, લેકએ પિતાના માનેલા ધર્મને ફેરવવા જરા પણ ઈચ્છા થતી નથી, અને વધારામાં
'हस्तिना ताडयमानोपि नयायाद्जैनमंदिरं" ॥ અર્થ : ઉપરથી નાકાબંધી આપણે વાડામાંથી કોઈ ન નીકળી જાય, તેની તકેદારી માટે, આ વાક્ય લખવું પડયું કે, આપણે બજારમાં ચાલ્યા જતા હોઈએ, અને સામેથી ગાંડ થએલે હાથી આવતું હોય તે પણ, જેનોના ધર્મસ્થાનમાં પેસવું નહિ. છતાં કઈ કઈ નિકટભવિજીવોને લાભ થઈ ગયું છે, અવ્યુક્ઝાહીત અથવા નિકટભવી જ હોય તેઓ, સારાને મારું માને છે. અને બુદ્દગાહીત છે મારૂં તે સારું કહે છે.
અહીં હરિભદ્ર ભટ્ટની કથા સમજવા ગ્ય હેવાથી લખાય છે.
આ ભરત ક્ષેત્રમાં, પાંચમા આરામાં, વીરનિર્વાણ સંવત્સર ૧૦૫૫, વિ. સંવત ૧૮૫, ચિત્રકૂટ-ચિતોડમાં, ચૌદવિદ્યાના પારગામી, રાજાના પુરહિત હરિભદ્ર નામના બ્રાહ્મણ, રહેતા હતા, તેમને પોતાના ધર્મને ખૂબ જ પક્ષ હોવા છતાં, પિતાની વિદ્વત્તાને પણ ખૂબ ગર્વ હતે.
પ્રશ્ન: ચૌદ વિદ્યાઓના નામ બતાવે.
ઉત્તર : ચાર વેદ, વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ તથા વેદનાં છ અંગ તથા ધર્મશાસ્ત્રો-પુરાણ-મીમાંસા-અને દર્શનશાસ્ત્રો આ ચૌદ વિદ્યાઓ જાણવી.
તેથી તેમણે પિતાના મનમાં નિર્ણય કરેલો કે, કઈ પણ વિદ્વાન પાસેથી હું કાંઈ સાંભળું, અને તેને અર્થ હું પિતે ન સમજી શકું તે, મારે તે વ્યક્તિને શિષ્ય અથવા દાસ થઈ જવું. એને અર્થ નિચેડ એ છે કે, આ વિદ્યમાનકાળમાં, એવી કઈ વિદ્યા અથવા જ્ઞાન નથી જ કે જેને હું ન સમજી શકું. એકવાર રાજમાર્ગમાં ચાલતાં, રસ્તામાં આવેલ જેન શ્રમણીઓના રહેઠાણ તરફથી, મધુર શબ્દો આવતા હતા.
" चक्रियुग्मं हृषीकेषपंचकं, क्रिपंचकं । हरिश्चकी हरिश्चक्री विचकी हरि चकिणः ॥ १ ॥
આ શ્રોક સાંભળી, હરિભદ્ર ભટ્ટજીએ અર્થ વિચારણા કરી છે, પરંતુ અર્થ બિલકુલ સમજાય નહીં. તેથી, તેઓને નવાઈ લાગી. ઉપાશ્રયમાં પેઠા. સાધ્વીજીને જોયાં. પ્રશ્ન પૂછયો. હે ભગવતી ! આ શું ચકચક ?