SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણ સાઈ આઠે કર્મો પણ જડ વસ્તુ જ છે. અને જ્યાં સુધી જીવાત્મામાં સહજાનંદી દશા ન આવે ત્યાં સુધી, શરીરને ઉપયોગી વહેવાનું, થોડું કે વધારે પણ પ્રયોજન રહેવાનું છે જ. વળી જડ પદાર્થનું નામ આગળ ધરીને, પ્રભુજીને સ્થાપના નિક્ષેપે ઉડાવી દેનારા, ભાગ્યશાળી જીવોને પૂછે કે, એકલા નિશ્ચયને અવલંબશે તે, સૂરિ વાચક, અને સાધુપદ પણ નહીં માની શકો. કારણ કે બધા જીવ સિદ્ધ ભગવંતે જેવા જ છે. સાધુવેશ એ પણ, સ્થાપના જ છે, આકાર છે, અમુક વસ્ત્રો વડે બનાવેલો વેશ-આકાર એ પણ જડ છે. આપની પાસે રહેલું રજોહરણ અને મુખસિકા પણ જડ છે. આપના શરીરને નમસ્કાર નથી. માત્ર રજોહરણ મુહપત્તિ જ પાસે હોવાથી આપણને નમસ્કાર થાય છે. એ મુહપત્તિ ન હતા ત્યારે અને હમણું પણ ઓધો મુહપત્તિ છોડી દેનારને, લેકે નમસ્કાર કરતાં નથી. એટલે શ્રી જિનેશ્વર દેવેના મુનિશની જ પૂજા-સત્કારસન્માન–થાય છે. વ્યક્તિને નહીં જ. જેમ જિનેશ્વરના મુનિઓને વેશ જડ વસ્તુ છે. ઊનના, અને કપાસના વસ્ત્રી અને લાકડાની દાંડીના સંગથી બનેલ, જેનમુનિવેશ રાજા-મહારાજાઓ અને લક્ષ્મીને પણ પૂજ્ય છે. સાધુ-સંતને પણ પૂજ્ય બન્યો છે–બને છે. તે પ્રભાવ જડ પુદ્ગલનો આકાર જ છે. તે જ પ્રમાણે વેશ પહેરનાર સાધુના આકારની જેમ આ જગ્યાએ પણ પાષાણુની કે, બીજી કઈ પણ ચંદનાદિ કાષ્ટની, અથવા સુવર્ણાદિ ધાતુની, બનાવેલી શ્રી જિનેશ્વર પરમાત્માની પ્રતિમા પણ, વીતરાગ મુદ્રાનું ભાન કરાવનારી હોવાથી, સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્રનું ભાન કરાવે છે, માટે અવશ્ય આદરણીય છે. પ્રશ્નઃ મુનિવેશ પહેરનારને પણ, ગુરુમહારાજ વિધિવિધાન કરાવે છે, ત્યારે પૂજવા યોગ્ય થાય છે ને? ઉત્તર : મહાભાગ્યશાળી આત્મા! અહીં પણ જિનેશ્વરદેવની પ્રતિમાને પણ, અનેક વિધિવિધાને થાય છે. સાક્ષાત જિનેશ્વરદેવનાં કલ્યાણકની પેઠે, કલ્યાણક ઉજવાય છે. દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ પધાર્યા સુધીના, વિધાને થયા પછી જ પ્રતિમા પૂજનીય બને છે. આખો અંજનશલાકા વિધિ જુદે છે. ભાગ્યશાળી આત્માને કદાઝડ છોડવો હોય તે, જિનેશ્વરદેવની પ્રતિમાની આરાધનીયતા માનવી જ પડે તેવું છે. પરંતુ ભયંકર મિથ્યાત્વને ઉદય હાય તે, શાની દલીલ પણ નકામી જ થાય છે, અને ગોશાળા અને જમાલી જેવા, કદાગ્રહી આત્માઓ સાક્ષાત્ તીર્થકરદેવ પાસે પણ, પોતાને હઠવાદ છોડી શક્યા નથી, તો, અમારા જેવાની શી તાકાત ? તત્ત્વનિચેડ અથવા સારાંશ એજકે, જેમ સનીના ભરમાવેલા બાવાએ, તદ્દન
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy