SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાણતિને સમજવા માટે એક બાવાની કથા. ૪૮૭ એમ જ કહ્યું. પરંતુ હવે પેલું મારું નામ આપીને કડું બતાવજે. બધા પિત્તળનું ન કહે તે, મને ફિટકાર આપજે. બા=ભાઈ હવે મારે કાંઈ પરીક્ષા જેવી નથી. પરીક્ષા જેવા જાઉં તો વહેમમાં પડવું પડે. માટે ઠામઠામ વારંવાર પૂછવું સારું નહીં. સેનાર નહીં બાપજી, મારા સગન, એકવાર દશપાંચ જણને, મારું નામ પહેલું આપી, બતાવે છે, તમને ગામના લોકેની ઈર્ષાની સમજણ પડી જશે ! સોનીના અતિ આગ્રહથી, સનીની શીખવણી અનુસાર, દશ–વીશ જગ્યાએ કડું બતાવ્યું. બધાઓએ બિલકુલ પિત્તળનું, તદ્દન ખોટું છે, તમને ઠગ્યા છે, એમ કહ્યું. પરંતુ બાવાએ કેઈનું કહેવું સાચું ન માન્યું. ઉપરથી લેકને ગાળો દીધી. બેલતો ગયો. આપ લોકે બધા મારા મિત્ર સેનીના દુશ્મન જ છે. ગઈ કાલે સેનાનું કહેનાર, આજે તમે પોતે બદલાયા છે. કડું તે એનું એ જ છે. ઈત્યાદિ– સેની શિયાળને કાગડ, જુગારી ચેર ને જરા સુધાર્યા નવ સુધરે, કરો કોડઉપકાર.” હજારો માણસોએ કડું પિત્તળનું કહ્યું, પરંતુ બાવાએ કેઈની વાત સાચી માની જ નહીં. વાદીને પ્રશ્ન : જડ વસ્તુમાં, જિનેશ્વરદેવ, તારક, વીતરાગ તરીકેની કલ્પના કેમ થઈ શકે? મૂતિ એ તે વાસ્તવિક જડ જ છે ને? . ઉત્તર : ભાગ્યશાળી જીવ ! સંસારના બધા વહેવારે જડ- શરીરને અથવા પુદ્ગલને જ અનુસરીને છે. જ્યાં સુધી આત્મા પોતે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસતિ, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરે વસ્તુઓના અવલંબન વિના રહી શક્તો નથી. ત્યાં સુધી ઉપયોગી બધા વહેવાર ઊભા રાખવા પડશે, અને વહેવારે તે બધા શરીરની સાથે સંકળાએલા છે. શરીર પિતે જડ છે. શરીરના કારણે જ અથવા જડસ્વભાવ એવું જે પુણ્ય તેના જ કારણે ચક્રવતી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બલદેવ, નરવર, લક્ષ્મીધર નામો બન્યા છે, અને ચાલે છે. પુણ્યદ્રવ્યની સહાયથી બંધાયેલા જિન નામ કર્મના ઉદયથી શ્રીજિનેશ્વરદેવની દેશનાથી, ગણધરદેવોની દેશનાથી. હજારે, લાખો, કોડે, અબજો સંખ્યાતા, અસંખ્યાતા જીવો ધર્મ પામે છે. પુણ્ય વગરના (મહાગુણ હોવા છતાં ) કેટલાક કેવળી ભગવંતોની દેશના થતી નથી. તેમને કેઈ ઓળખતું પણ નથી. મહાગુણી અને પુણ્ય વગરના, અનંતા કેવળી ભગવંતો, મોક્ષમાં ગયા છે. તેમનાથી અપગુણ પણ, સૂરિ–વાચક, અને મુનિઓ, ભાવચારિત્ર અને પુણ્યની સહાયથી, હજારો લાખો છોને, રત્નત્રયીની પ્રભાવના કરે છે. પુણ્ય સામગ્રી પણ જડ વસ્તુ છે. પાપ અને પુણ્ય, બને જડ વસ્તુ છે, અને જીવને દુઃખ અને સુખ આપે છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy