________________
ઘરકરના અનાચાર કથા સાતમી
૪પ૭
સુષમા. એક શ્રીમંત કુટુંબની અતિ વહાલી પુત્રી હતી. માતાપિતા અને ભાઈઓભેજાઈઓનું સર્વસ્વ હતી. લાડકેડમાં ઉછરેલી હતી. કમળના પત્ર જેવી સુકુમાર હતી. રાજદરબાર કે કોડપતિના ઘરમાં દીપી ઉઠે તેવું રૂપ હતું, લાવણ્ય હતું. કેયલના જે શબ્દને રણકાર હતે. ફક્ત ગૃહસ્થ દશામાં વસીને આરાધાય તે પણ, દેવગતિમાં લઈ જાય તેવાં ધર્મનાં સાધનો હતાં. વીતરાગ શાસનની સગવડથી ભરેલા શહેરમાં જન્મ મળે હતો.
એક પાક્ષિક આલેક પરલોક બન્નેને, સફળ બનાવે તે, સુષમાને માનવ અવતાર પણ, ઘરની દાસીના છોકરાના ક્ષણિક પ્યારમાં અદ્રશ્ય થઈ ગયે. હતાશણીની આગ જેવા અધમ-ચિલાતીપુત્રના દ્વેષાગ્નિમાં બળીને ખાખ થઈ ગયો. ઈન્દ્રજાળ જેવા વાવંટોળમાં સમાઈ ગયો.
આવા બિચારા અજ્ઞાની છો, અનંતી પુણ્ય રાશીઓ ખચીને. મેળવેલા માનવ જન્મને પણ ક્ષણવારના, ઝાંઝવાના નીર જેવા, તુચ્છ વિષય સુખની લાલસામાં વેચી નાંખે છે. અને પાછા ચોરાસી લાખ છવયોનિઓના ચકવામાં ચાલ્યા જાય છે. અફસેસ, તે બિચારી નિર્દોષ બાળાને હવે પાછે આર્યદેશ, આર્યકુળ, માનવશરીર, નીરોગી શરીર અને વીતરાગ દેવગુરુ ધર્મની જોગવાઈ કયારે મળશે? હમણાં તે અનંતાનંત અજ્ઞાનના ઢગલામાં ખવાઈ ગયું છે.
ઈતિ ઘરનેકરના અનાચાર કથા છઠી સમાપ્ત
વળી એક ખાનદાન કુટુંબની બાળાએ, ઘરનેકરના રાગમાં રંગાઈને મચાવેલા તોફાનની જાણવાયેગ ક્યા લખાય છે.
આ ભરતક્ષેત્રમાં, મહાપુર નામના નગરમાં ક્ષત્રિય શિરોમણું નરસુંદર નામને રાજા રાજ્ય કરે છે. તેને પુત્ર થકી પણ ખૂબ વહાલે, અતિસ્નેહનું અને રહસ્યનું સ્થાન, હરિવર નામને મિત્ર હતે. શસ્ત્ર-અસ્ત્ર વિદ્યામાં પ્રવીણ અને બળવાન હોવાથી, રાજાએ હરિવીરને સર્વસૈન્યને અધિપતિ બનાવ્યો હતે.
તે નરસુન્દર રાજાને ભોગપુર નગરને સ્વામી, ભોગરાજા મામા થતા હતા. મામાભાણેજને પરસ્પર સ્નેહ ખૂબ હોવાથી, પરસ્પરના મદદગાર પણ હતા. નરસુન્દર રાજા ચાર પ્રકાર સૈન્ય અને કેષથી ઘણે બળવાન હોવાથી, ભેગરાજાને નિશ્ચિતતા રહેતી હતી.
એકવાર સૂરપુરના રાજા સૂરપાલ સાથેના યુદ્ધમાં ભેગરાજા હારી ગયે, અને લશ્કર સહિત નગરમાં પેસી દરવાજા બંધ કર્યા. સૂરપાળે નગરને ઘેરી લીધું, ભેગરાજ ગભરાયે, અને પિતાના ભાણેજ નરસુન્દર ઉપર ગુપ્તચર મોકલીને, ખબર આપ્યા. નરસુન્દર. મામાની મુશ્કેલીના સમાચાર મળતાં જ ઉશ્કેરાઈ ગયે. અને પ્રયાણનું નગારું વગડાવ્યું.
૫૮