________________
૩૮૭
સિદ્ધરાજની અધમતાની પરાકાષ્ઠા
- સિદ્ધરાજ રાણકદેવીનાં મેણાટોણાં, તુંકારા, તિરસ્કાર સાંભળતો ઊભો ઊભો હસતે હતા. મહાપુરુષે ફરમાવી ગયા છે કે – दिवा पश्यति नोलूकः, काकोनक्तं नो पश्यति । अपूर्वः कोपिकामान्धो दिवा नक्तंनो पश्यति ॥१॥
અર્થ : ઘુવડ અંધ થવાથી, દિવસે જોઈ શકતા નથી. તેમ કાગડો રાત્રિમાં જઈ શકતો નથી. કામાંધ આત્મા રાત્રિમાં કે દિવસમાં પાસે પડેલી વસ્તુ જોઈ શક્તો નથી. એટલે બિચારો કામી જીવ સદાકાળ અંધાપો ભગવે છે. સિદ્ધરાજનાં આંતરચક્ષુઓ મિચાઈ ગયેલાં હોવાથી, વાસનામાં તરબળ બનીને રાણી રાણકદેવીની સામે જોઈ રહ્યો.
રાણકદેવીને કાધ, અગ્નિની જ્વાળાની પેઠે ભભૂકી ઊઠયો હતો. તેથી પિતાના પતિનું, કપટથી ખૂન કરનાર, અને પિતાના સતીત્વ ઉપર ખરાબ નજરથી જોનાર, સિદ્ધરાજ સામે એક સિંહણની અદાથી, ગર્જના કરી રહી હતી. અને આવેશથી સિદ્ધરાજને કહેવા યોગ્ય બધું જ કહી નાખ્યું હતું. જે સાંભળવાથી, સિદ્ધરાજ પણ હમણાંને હમણું, રાણકદેવીને, પોતાની કરવાના આવેશમાં આવી ગયો હતે.
રાણકદેવીને વશ કરવા, માટે, અને તેણીનું અભિમાન તેડવા માટે, રાણકદેવીના દેખતાં, સિદ્ધરાજે તરવારને મ્યાનમાંથી કાઢીને બતાવી. રાણકદેવી ! મારા વિચારની અવગણના કરવાનું પરિણામ સારું નહીં આવે, હજી સમજી જા અને આવું કડવું ભાષણ બંધ કર.
રાણકદેવી : નરાધમ ! કર્મચંડાલ ! હવે બીજું પરિણામ તું શું લાવવાનું હતું? મારા પતિના નાશ સિવાય, હવે બીજું ખરાબ કરવાનું તારી સામે છે જ શું ?
રાણકદેવીના નિર્ભય જુસ્સાદાર વચનોથી, ઉશ્કેરાયેલા સિદ્ધરાજે, પોતાના હાથમાં રહેલી તલવાર વડે, રાણકદેવી પાસે ઊભેલા, તેના પાંચ વર્ષના બાળ કુમારને કાપી નાખે. બાળકના ધડ ને મસ્તક, નાળિયેરના કાચલની માફક, જમીન ઉપર વધેરાયેલાં પડી ગયાં. આવું રાક્ષસી અને ભયંકર દશ્ય જોઈને, રાણકદેવીને બીજે અગિયાર વર્ષને કુમાર છાતી ફાટ રડવા લાગ્યો. આ ગોઝારું કૃત્ય ઈ રાણકદેવીની આંખમાંથી પર ચોધાર આંસુ નીકળવા લાગ્યાં.
તો પણ છાતીને મજબૂત બનાવીને મોટા કુમારને દિલાસો આપતી બોલવા લાગી ?
માણેરા ! મરોય ! મર્થ આંખ રાતી ! ક્ષત્રિયાણીના સપુત ! સામી ધરવી છાતીઓ.” છે ૧ છે