SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ જિનેશ્વરવની આજ્ઞા યાને સાચી માણસાઈ આવા વિચારોમાં, અવસરની શોધમાં લગભગ ૧૫ વર્ષ નીકળી ગયાં. કારણ કે રાખેગારને રાણી-રાણકદેવીથી બે કુમાર થયા હતા. એક અગિયાર વર્ષને, બીજે પાંચ વર્ષનો. રા'ખેંગારને દેશળ નામને સગા ભાણેજ હતો. તે લાંબેથી સિદ્ધરાજને કુટુંબી હતું. તેને સિદ્ધરાજે પિતાને બનાવી. તક મેળવી, સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરી. સિદ્ધરાજ સંપૂર્ણ તૈયારી કરીને આવ્યા હતા. જ્યારે દેશળના દગાથી ખેંગાર વિશ્વાસમાં રહ્યો. તો પણ પિતાનું જોરદાર લશ્કર તૈયાર લઈ રણમેદાનમાં આવ્યો. ખૂનખાર લડાઈમાં ખેંગાર મરાઈ ગયા. સિદ્ધરાજની જિત થઈ. પરંતુ ચતુરરાણકદેવીએ, પિતાના રક્ષણ માટે, રાજગઢના દરવાજા વસાવી દીધા હતા. રા'ખેંગાર મરાયે તેની હજીક ખબર પડ્યા પહેલાં, કેટલાક ચુનંદા સનિકે સાથે સિદ્ધરાજે જૂનાગઢમાં પ્રવેશ કર્યો. દગલબાજ દેશળે આગળ આવી, રાણકદેવીને કહેવડાવ્યું મામી! શત્રુને નાશ કરીને, મારા મામા, જિતને ડંકા વગાડતા નગરમાં આવ્યા છે. દરવાજા ખોલી નાખો. ભાણેજના ભરોસે રાણકદેવીએ દરવાજા ખોલાવી નાખ્યા. ત્યાં પિતે સિદ્ધરાજ અને દગાખોર ભાણેજ દેશળ સામે આવીને ઊભા રહ્યા. સિદ્ધરાજને જોઈને, અને રા'ખેંગારને ન દેખવાથી, રાણી કઈ અનિષ્ટની શંકા કરે, તે પહેલાં જ સિદ્ધરાજે ખેંગારના મરણના સમાચાર સંભળાવ્યા. આ વખતે તેના બન્ને વહાલા બાળકે પાસે જ ઊભા હતા. ક્ષણવાર પહેલાં માતાપુત્રોને વિનોદ વાર્તાલાપ ચાલતો હતો. હમણું જ તારા બાપુજી શત્રુને સંહાર કરીને આવતા હશે. જગતને સ્વભાવ કે વિચિત્ર છે. “ક્ષણમાં હર્ષ ને ક્ષણમાં શેક, ક્ષણમાં હસવું ક્ષણપોક ચડતી પડતી ક્ષણમાં થાય, ખીલેલાં ક્ષણમાં કરમાય છે ? રાણકદેવીને પતિમરણના સમાચાર સાંભળી ધ્રાસકો પડ્યો. દેવી જમીન ઉપર પછડાઈ ગઈ. મૂર્છા વળી, પોકે પોકે રડવા લાગી. સિદ્ધરાજ કહે છે: દેવી ! રડવાની જરૂર નથી. આ બધી લડાઈ તારા માટે જ છે. સીધી રીતે હા પાડીને આગળ થઈ જા, નહીંતર બળાત્કારે પણ હું તને લઈ જવા માટે આવ્યો છું. તું મારી ઈચ્છા પૂર્ણ કરીશ તે હું તારા કુમારોને બરાબર સાચવીશ. તૈયાર કરીશ. સૌરાષ્ટ્રના માલિક બનાવીશ. સિદ્ધરાજને બકવાદ રાણકદેવીથી ખમાય નહીં, અને ગર્જના કરીને બેસવા લાગી અધમ! નાલાયક ! આ શું બકી રહ્યો છે? આકાશપાતાળ એક થઈ જાય તો પણ હું તારી વાતો સાંભળવા તૈયાર નથી. તારી લાખો ચીજો પણ મને લલચાવી વશ કરી શકશે નહીં. ક્ષત્રિયાણના પુત્રના મુખમાં, આવાં હલકટ વા શેભે જ નહીં. તું મીનલદેવીની કૂખને લજવે છે. હું મારા પતિ સિવાય, કેઈને જોવા સાંભળવા તૈયાર નથી. મારા શરીરના ટુકડા કરીશ તે પણ, હું તારે વશ થવાની નથી. બસ હમણુને હમણું ચાલ્યું જા મારા રાજદરબારને છેડીને
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy