SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સિદ્ધરાજે પિતે આવું કાળું કૃત્ય કર્યાની જરાપણ કંપારી અનુભવી નહીં. પરંતુ ઉપરથી તાડુકીને કહેવા લાગ્યા, રાણક! જે તું મારી માગણી સુરતમાં કબૂલ નહીં કરે તો, તારા બીજા બાળકની પણ આજ દશા, તારે તારી સગી આંખે જોવી પડશે. હવે એટલે વિલંબ થાય તેટલે, તારા કુમારોના જોખમવાળો છે. સિદ્ધરાજના આટલી હદના કૂર કૃત્યથી રાણકદેવી ધ્રુજી ઊઠી. બાળક માણેરો રડતો રડતો પોતાની માતાની ગોદમાં ભરાયે. ત્યારે વળી રાણકદેવી એક ક્ષત્રિયાણીને છાજે તેવી ઢબથી બોલી : રઈશ નહીં તું મારા બાળ ! ડરપેક થાયૅ એ નહીં દીકરા ! વયરીને જમરાજ, દયા કદી લાવે ખરા?” “ક્ષત્રી કેરા બાળ, શૂરવીર થઈ રણમાં મરે પણ દેખાડે નહીં પૂંઠ, છાતી મુખ સામા ધરે.” દીકરા! રઈશ મા, તારી સાત પેઢીઓ લાજશે. રાણકનાં આવા જુસ્સાદાર વચનોથી, પિતાના સેવકને સિદ્ધરાજે માથેરાનું ખૂન કરતા અટકાવ્યા. રાણકદેવી પિતાને મહેલ અને જૂનાગઢ છોડવા તૈયાર હતી નહીં. પરંતુ કેદીની પેઠે બાંધીને, રાણકદેવીને પાટણ લઈ જવામાં આવી. વચમાં પડાવ થયે. ત્યાં ખૂનખાર લડાઈનાં મડદાઓમાં રાખેંગારનું પડેલું મદડું લાવીને, રાણકદેવીને બતાવ્યું. રાણકદેવી પતિપુત્રનું આવું મરણ જોઈ રાત-દિવસ રડતી હતી. મેટે પુત્ર પણ તેણીની સાથે હતા. તેણીએ ખાવા પીવાનું બંધ કર્યું હતું. આવી સ્થિતિમાં લઈ જવાયેલી રાણકદેવી, રાત ને દિવસ રહેતી હતી, ખાવાપીવા ઊંઘવાનું તદ્દન ખવાઈ ગયું હતું. પાટણમાં ગયા પછી પાછી સતામણી શરૂ થઈ તેણીના દેખતાં તેણીના બીજા પુત્ર માણેરાને પણ વધ કરવામાં આવ્યો. પણ સતી પિતાના શીલ માટે જરા પણ નમતું જોખવા તૈયાર થઈ નહીં. છેવટે સિદ્ધરાજ થાક્યો. અને તેની ઈચ્છાથી તેને છૂટી કરવામાં આવી. સતી રાણકદેવી વઢવાણની ભોગા નદીના કિનારા ઉપર, ચંદનની ચય બનાવીને, પિતાના પતિના શબ સાથે સળગીને સતી થઈ. ઈતિહાસકારો માને છે કે, અગ્નિ આપોઆપ સળગ્યો હતે. વાચકો સમજી શકે છે કે જગતમાં નારીના રૂપ માટે કેટલાં અકૃત્ય થયાં ? કેટલા બીનગુનેગાર છો, અકૃત્યની જવાળામાં હેમાઈ ગયા? આવાં રાક્ષસી કૃત્ય કરનારા પણ છેવટે તે નામશેષ થયા ને? આજે ભલે તેઓ ગમે તે ગતિમાં હોય, પણ તેમનાં કાળાં કૃત્ય તેમને મુંગા મુંગા ફિટકારો આપે છે. અકબર અને સિદ્ધરાજ જેવા રાજાઓએ બીજા ભલે હજારે પરમાર્થ કર્યા હોય, કર્યા હશે, તે પણ તેમનાં, લીલાદેવી અને રાણકદેવી ઉપરના સીતાએ તેમની કીતિને ઘણી કાળી બનાવી ગણાય.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy