SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ગુણ એકે યદિ નોય પણ, વિવેક સારો હોય, તારા ગણ વિણ એકલે, તરણી દિનકર તેય.” “એક સુભટ સંગ્રામમાં, જેમ વિજય વરનાર, તેમ વિવેક સૈ દોષને, ક્ષણમાં ક્ષય કરનાર.” “હેય હજારો ફાતડા, પણ રણજિત ન થાય, વિવેક વગર ગુણ ગણુ બધા, સાવ નકામા જાય.” ભાગ્યશાળી આત્મા ! ભણવું–ગણવું, વેયાવચ્ચ કરવી, બધું જ વિવેક વગર નકામું છે. જેમ બધા અલંકારમાં મુગટ મોટે છે, તેમ બધા ગુણોમાં વિવેક પણ મુગટ સમાન જાણો. જેમ હજારે તારા પ્રકાશ આપી શકતા નથી, પરંતુ એક સૂર્ય ઘણે પ્રકાશ આપી શકે છે. તેમ તારા જેવા બીજા બધા ગુણો આત્મહિતકર થતા નથી. પરંતુ એક વિવેક ઘણે લાભકારી બને છે. તમે અભ્યાસ કરે છે તે અનુદવા ગ્ય છે. આટલી વૃદ્ધ વયે દીક્ષા લીધી તે ધન્યવાદ છે. દીક્ષા લેવા છતાં, જ્ઞાન ન મેળવાય તે, જીવ–અજીવની સમજણ પડતી નથી. જીવ–અજીવ ન સમજાય તે, જીવદયા પળે નહીં. જીવદયા ન પળે તે, ચારિત્ર આવે નહીં, ટકે નહીં, માટે જ્ઞાનને અભ્યાસ અનુમોદનીય હોવા છતાં, સાથેના મુનિરાજેને કંટાળો આવે નહીં. તે પણ ધ્યાન રાખવા જરૂરી છે. તમારા જોરદાર અવાજથી બધા સાધુએ કંટાળે છે. વડીલની શિખામણથી મુકંદમુનિ શેડા દિવસ ધીમે ધીમે ગોખતા હતા. પરંતુ પાછા ભૂલી ગયા. વળી જોરથી ઘોષણા કરવા લાગ્યા. તેથી એક દિવસ, ગુસ્સો નહીં પણ ગમ્મતથી; કોઈ સાધુએ ટીખળમાં મુકુંદ મુનિને કહ્યું, ભલા માણસ! આટલું ઉતાવળું બેલીને, બધાને શા માટે કંટાળો કરાવે છે ? આટલી વૃદ્ધ ઉંમરે દીક્ષા લીધી છે. આવો ભણવાને રસ હતો, જરા વહેલા થવું હતું ને? હવે તમે શું સાંબેલું કુલાવવાના છે? મુકુંદ મુનિને આવાં વાક્ય સાંભળવા ગમ્યાં નહીં. પરંતુ અવસર અને યુક્તિવાળાં હોવાથી, મૌનપણે સાંભળી લીધાં. આખો દિવસ શૂન્ય મનથી બેસી રહ્યા. વિચાર આવ્યા, વય થઈ ગઈ છે. જ્ઞાન ચડતું નથી. “જ્ઞાન વગરના માણસો પણ, પશુ જેવા ગણાયા છે.” કેઈપણ ભોગે જ્ઞાન મેળવવું. સરસ્વતીની કૃપા વગર સર્વશાસ્ત્રો પામી શકાય નહીં. માટે ગુરુજીની આજ્ઞા અને આશીર્વાદ લઈને, સરસ્વતીની આરાધના કરું. પોતાના વિચારે ગુરૂજીને જણાવ્યા. ગુરુ મહારાજે પણ વૃદ્ધશિષ્યની યોગ્યતા વિચારીને આજ્ઞા આપી. મુકુંદ મુનિ પણ ભરૂચ નગરમાં, નાલિકેરવસહી નામના જિનાલયમાં,
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy