________________
૩૪૭
વૃદ્ધવાદિસૂરિ મહારાજ અને સિદ્ધસેન પંડિતને શાસ્ત્રાર્થ આવીને, પદ્માસન લગાવીને, સરસ્વતી દેવીનું ધ્યાન શરૂ કર્યું. એવીહાર એકવીસ ઉપવાસ, મનની એકાગ્રતા, સાત્વિકભાવ, “પાર્થ ધામ યા કે વાતા”િI
ભલે દેહ ક્ષય પામતે, (પણ) અવશ્ય કરવું કામ.” બધા અનુકૂળ સંગે મળવાથી, સરસ્વતી સાક્ષાત થયાં અને બેલ્યાં, ભદ્ર! ધ્યાનને ત્યાગ કરીને મારી સામું જે ! આજથી હવે તારા સર્વ મનોરથ સિદ્ધ થશે. તું ક્યાંઈ સ્કૂલના પામીશ નહીં. સર્વદેશમાં, સર્વત્થામાં, બધા વાદીઓની સભામાં તમારી જીત થશે. તમારા વડે જૈનશાસનની પ્રભાવના થશે. બોલીને મૃતદેવી અદશ્ય થયાં. અને સરસ્વતી પ્રસાદ પામેલા મુનિ, ગુરુ પાસે આવ્યા. સાધુઓની સભામાં, હજારો આસ્તિકોની હાજરીમાં, મુશળ મંગાવી, પ્રાસુક જળ છાંટીને, મુશળને પુષ્પો ઉગાડ્યાં.
અને તેમનામાં યોગ્યતા જણાવાથી, ગુરુજીએ આચાર્ય પદવી આપી. તથા વૃદ્ધવાદી સૂરિ એવું નામ આપ્યું. અને ગુરુ મહારાજ સ્કંદિલાચાર્ય ભગવાન અનશન કરી સ્વર્ગે સિધાવ્યા. તેથી ગુરુમહારાજના વિરહવાળા સ્થાન પ્રત્યે અણગમો થવાથી, ભરુચ્ચ શહેરથી વિહાર કરીને, વૃદ્ધવાદી સૂરિ મહારાજે વિશાલા (ઉજજૈન) નગરી તરફ પ્રયાણ કર્યું.
રસ્તામાં સિદ્ધસેન નામને ચૌદ વિદ્યા પારગામી પંડિત સામે મળે. તે બાણું લક્ષ માળવાના મહારાજા, તથા ઉજજયિની નગરીના રાજવી, વિક્રમાદિત્યના પુરોહિત, દેવર્ષિ બ્રાહ્મણ અને દેવશ્રીદેવીને પુત્ર હતું. તે બુદ્ધિ અને વિદ્યાના ગર્વથી, દેશદેશ અને ગામોગામ ફરીને, વાદવિવાદ કરીને, અનેક વાદીઓને હરાવીને, વૃધ્ધવાદીને ખોળતો આજે ભટકાઈ ગયે.
તેણે વૃધ્ધવાદીને કહ્યું, હું તમારું નામ સાંભળીને, તમારી સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યું છું. તમે મારું નામ સાંભળીને, ભય પામીને ભાગી જાવ છો. પરંતુ મેં તમને પકડી લીધા છે. મારી સાથે વાદ કરે. તમે વેદ અને ઈશ્વર કતૃત્વનું ખંડન કરે છે. આજે હું તમને છોડવાને નથી.
વૃદ્ધવાદિસૂરીને ઉત્તરઃ ભાઈ! વાદ કરવાની અમારી પણ તૈયારી છે. પરંતુ વાદ તો વાદી પ્રતિવાદી, સભ્ય, અને સભાપતિ, એમ ચતુરંગ કહ્યો છે. અહીં તો આપણે બે જ છીએ, માટે આવા જંગલમાં નહીં, પરંતુ ભરૂચના રાજાની સભામાં જઈને, રાજા અને સભ્યોને તટસ્થ બનાવીને, વાદ કરીશું. વાદવિવાદ તટસ્થોની હાજરીમાં ફળવાન બને છે.
સિદ્ધસેન એ નહીં ચાલે. આ તે તમારી નાસી જવાની તરકીબ છે. મારે તો આ જગ્યાએ જ વાદ કરે છે. આ પ્રમાણે પંડિતજીના આગ્રહને વશ બનીને, નજીકના ગોવાળીઆઓને બોલાવી સાક્ષી રાખ્યા, અને વૃદ્ધવાદીસૂરિ તથા સિદ્ધસેન પંડિતજીને વાદ શરૂ થયે.