________________
૩૪૫
વૃદ્ધવાદિની દીક્ષા અને જ્ઞાન મેળવવાને રાગ તથા પરસ્પરના વિરોધ વગરની, પ્રાણીમાત્રને વેગ અને ક્ષેમને કરનારી, શ્રીવીતરાગની વાણી પણ, મૂર્ખજીવ સાંભળતો નથી. વાંચતા નથી, તેથી પ્રાણી માત્રની દયા સમજાતી નથી. અને પાળી શકાતી નથી.
પાંચ મહાવ્રતને, પાંચ આચારને, પાંચ સમિતિને, બાહ્ય અત્યંતર, બાર પ્રકાર તપને, ચરણકરણ સિત્તરીઓને, છક્કાય પ્રાણી માત્રની દયાને સમજતો નથી, આદર નથી, અમલમાં મૂકતા નથી. તે કારણથી આત્મામાં સર્વપ્રકાર સંવર અને નિર્જરા ન આવવાથી કમ ક્ષય થાય નહીં, માટે મોક્ષ પામી શકે નહીં, આ વાત તદ્દન સમજાય તેવી છે.
ઈતિ સાસુજીની આજ્ઞા પાળનારી ભામતી બ્રાહ્મણની કથા સંપૂર્ણ
મહાવિદ્વાન હેવા છતાં, સંઘની આજ્ઞાને સ્વીકાર કરનાર, સિદ્ધસેન દિવાકર સૂરિ
ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં, વિદ્યાધર નામના વિશાળ ગચ્છમાં, પ્રસિદ્ધ શાસન પ્રભાવક, જૈનાચાર્ય પાદલિપ્તસૂરિ મહારાજની પરંપરામાં, સ્કંદિલાચાર્ય નામના આચાર્ય હતા. તેઓ ભગવાનને, હજારે શિષ્ય-પ્રશિષ્યને પરિવાર હતો. એકવાર સૂરિ મહારાજ, વિહાર કરતા ગૌડ દેશમાં પધાર્યા. તે દેશમાં, કેશલા નામના ગામમાં મુકુંદ નામને બ્રાહ્મણ રહેતો હતો.
તેણે આચાર્ય મહારાજની ધર્મદેશના સાંભળી. સંસારની ભયંકરતાને ખ્યાલ આવ્યો. અને બે હાથ જોડીને બોલ્યા, ભગવન ! યદિ મારામાં યોગ્યતા જણાતી હોય તો, સંસાર સાગરમાં નૌકાસમાન, ભાગવતી દીક્ષા આપી ઉપકારવંત બને.
ગુરુમહારાજે તેમને યોગ્ય જાણી દીક્ષા આપી. અને હંમેશ ઉપયોગી ક્રિયાઓમાં અવશ્ય જરૂરી સૂત્રોને, અભ્યાસ કરવા લાગ્યા. પરંતુ ત્રીજી વય થયેલી હોવાથી, ભણેલું યાદ ન રહેવાથી, ખૂબ જોરથી ગોખતા હતા. અવાજે ઘણું થવાથી, સાથેના મુનિરાજોને કંટાળો આવતું હોવાથી, કોઈ સ્થવિર મુનિરાજે મીઠાશથી શિખામણ આપી.
“ગુણુ ભૂષણ કેટીર સમ, ગુણ મણિ રહણું ખાણુ, વિવેક રત્ન ચિન્તામણિ, ગુણ તારા ગણુ ભાણ.” “ દુખવન દાવાનલ સમે, અજ્ઞાન તિમિર દિનકાર, સુખસંપર્ સુરવેલડી, વિવેક ગુણભંડાર.” “આતમમાં આવે ઘણા, સુંદર ગુણ સમુદાય, | પણ જે ય વિવેક તે, બધા નકામા જાય.’
૪૪