SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ભિષ્મપિતાને સમય-અને ગતિની વિચારણા ૩૩૩ કમે મહાસતી સત્યવતી રાણીને બે પુત્ર થયા. શાન્તનુ રાજા, નાના બે બાળકને ગાંગયને ભળાવી આરાધના કરી પરલોક ગામી છે. પહેલા પુત્ર ચિત્રાંગદને રાજ્ય આપી તેનું રક્ષણ કરતા હતા. એકવાર યુદ્ધમાં શત્રુ રાજાથી ચિત્રાંગદ મરાય. તેથી નાનાભાઈ વિચિત્રવીર્યને રાજ્ય આપ્યું. તેને અંબિકા, અંબાલકા, અને અંબા ત્રણ કન્યાઓ પરણાવી. વિચિત્રવીર્યને ત્રણ પત્નીઓથી કમસર ધ્રુતરાષ્ટ્ર (અંધ), પાંડુ અને વિદુર ત્રણ પુત્રો થયા. વિચિત્રવીર્ય બહુ કામાસકત હેવાથી, બહુ નાની વયમાં મરણ પામે. પછી તો માતા સત્યવતી, તથા ત્રણ અંબિકા–અંબાલિકા અને અંબા, નાના ભાઈની વિધવા રાણીઓ અને ત્રણ નાના કુમારના ઉછેર, રાજપાલન, છેવટે પાંડવ-કૌરના યુદ્ધ સુધી જીવીને-દશ દિવસ સુધી દુર્યોધનનું સેનાપતિપણું બજાવી, લડાઈમાં લાગેલાં અર્જુનનાં બાણથી જર્જરીત-દેહવાળા, ભિષ્મપિતાને, તેમની ઈચ્છા અનુસાર, જૈનાચાર્ય પાસે લાવીને મૂક્યા. આરાધના કરી સુગતિગામી થયા. પ્રશ્ન: ભિષ્મપિતાએ દીક્ષા કોની પાસે લીધી. અને કઈ ગતિમાં ગયા ? ઉત્તર : કેવળજ્ઞાની મુનિચંદ્રસૂરિ નામના આચાર્ય ભગવાનના શિષ્ય, ભદ્રગુપ્ત નામના આચાર્ય ભગવાન પાસે તેમણે દીક્ષા લીધી. એક વર્ષ આરાધી. અનશન કરીને દેવકગામી થયા. તેમ પડવચરિત્ર મહાકાવ્યકાર મલધારિ દેવપ્રભસૂરિના મતે, બારમું સ્વર્ગ પામ્યા છે. ઈતિ સર્ગ ૧૩ મે લેક ૨૧૩, તથા કેટલાક ગ્રન્થમાં, તેમને સર્વાર્થ સિદ્ધ ગયા જાણેલું છે. તથા નવપદ પ્રકરણ, સિદ્ધના પન્નરભેદ વિવરણ ગાથા ૫૮ માં તેમને મોક્ષગામી કહેલા છે. જય મુer નપુંસવા સિદ્ધ તત્ત્વકેવલિગમ્યું. પ્રશ્ન : ભિષ્મપિતા કયા જિનેશ્વરદેવના તીર્થમાં મોક્ષમાં ગયા છે ? ઉત્તર : ભિષ્મપિતા નમિનાથ સ્વામીના તીર્થમાં થયા જાણવા. કારણ કે, કૃષ્ણ વાસુદેવની વાસુદેવ પદવી (વાસુદેવ તરીકે ત્રણ ખંડના સ્વામી ) પિતાના બહોત્તરમા વર્ષે થઈ હતી. તેમના યુદ્ધમાં અન્તર્ગત પાંડેનું યુદ્ધ થયું હતું. તેમાં જ તેમણે દીક્ષા લીધી. એટલે કૃષ્ણમહારાજના વાસુદેવ પદાહ આસપાસ તેમની મુક્તિ ચોકસ સમજાય છે. અને ત્યાર પછી પણ લગભગ ૨૩૦ વર્ષ પછી નેમનાથસ્વામીનું તીર્થ શરૂ થયું. ઈતિ કંચન અને કામિની બે ઉપરને રાગ રદ કરીને પિતાની ભક્તિ કરનાર ગાંગેયકુમાર હવે માતાપિતાની સેવા કરનારા કૃષ્ણ-બલભદ્ર બે ભાઈ. - ઉપરની કથા પછી ૯૨૮ વર્ષે એટલે કૃષ્ણ મહારાજના રાજ્યકાળના છેલ્લા વર્ષમાં બનેલો આ બનાવ છે. જ્યારે દ્વૈપાયનઋષિ નિયાણું કરીને, મરીને, અગ્નિકુમાર દેવ થયો અને દ્વારિકામાં વસનારા લોકોનાં છિદ્ર શેધવા લાગે. અને બાર વર્ષે છિદ્રો મળવાથી તેણે દ્વારિકાનગરીને સળગાવી મૂકી ત્યારે–
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy